સુરત પોલીસ કમિશ્નરએ દિવાળી પર્વ નિમિતે જાહેરનામું બહાર પાડ્યું – રાત્રીના દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં ,રોડ – રસ્તાઓ,ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, તો હોસ્પિટલ અને શાળાના 100 મીટર દાયરામાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેર રસ્તાઓ પર ફટાકડા સળગાવી હાથથી ફેંકવા પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. એરપોર્ટના 500 મીટરના દાયરામાં કોઈ પણ દારૂખાનાવાળા હવાઈ રોકેટ તેમજ આકાશ તરફ ઉડે તેવા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હજીરા અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઔધોગિક એકમોના કમ્પાઉન્ડના ઘેરાવામાં કોઈ પણ આકાશી ફટાકડા ફોડવા નહીં તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે. દિવાળીને લગતું આ જાહેરનામું આગામી 5મી ડિસેમ્બર સુધી લાગુ પડશે. સાથે જ જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો કસુરવારો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચારવામાં આવી છે.