10 હજારથી વધુ વિદ્યાર્થીઓને એક-બે વિષયના લીધે આખું વર્ષ બગડે છે : કોંગ્રેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સની સેમ. 5-6 ની સપ્લીમેન્ટરી પરીક્ષા તાકીદે યોજો : રોહિતસિંહ રાજપુત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
સહવિનય સાથ જણાવાનું કે સૌ.યુની.મા સ્નાતક કોર્ષના સેમ-6 ના પરિણામો જાહેર થઈ ગયા છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ સેમ.5 અને સેમ.6 મા એક બે વિષયોમા નાપાસ થયા હોય તો તેઓને આવતા વર્ષે લેવાનાર જે તે સેમ.ની રેગ્યુલર પરીક્ષાઓના સમય સુધી રાહ જોવી પડતી હોય છે જેને લીધે તેઓનુ આખુ વર્ષ બગડતુ હોય છે.
અનેક વિદ્યાર્થીઓની રજુઆતો અને ફરિયાદો અમારા ધ્યાને આવ્યા મુજબ જે વિદ્યાર્થીઓને સેમ 1 થી 5 સુધી ક્યારેય ફર્સ્ટક્લાસથી નીચે માર્ક્સ નથી આવ્યા તે પેપર ચેક કરનારાઓની વેઠને કારણે નાપાસ થયા હોય તેવુ સામે આવે છે તો અમુક કિસ્સામાં કોઇ વિદ્યાર્થીઓને મેડિકલી પ્રોબ્લેમસ તો પરિવારજનનુ મરણ જેવી અનેક મજબૂરીજનક યોગ્ય બાબતોને લઇ તેઓ આ પરીક્ષામા ના પાસ થતાં હોય છે.બધા વિદ્યાર્થીઓને આવા યોગ્ય કારણો ના હોય તે સ્વાભાવિક છે પણ શુકા પાછળ ભીનુ ના બળેતે પાસુ પણ જોવુ તે અગત્યનુ છે.ભૂતકાળથી વિદ્યાર્થીઓની ફરિયાદો ઉઠતી આવે છે છે કે પેપરો ચેક કરનાર વેઠ ઉતારે છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ખુબ હેરાનગતિ અનુભવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમ.5-6 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સમ્પ્લિમેન્ટ્રી પરીક્ષાનુ આયોજન છેલ્લા 8 વર્ષથી કરી રહી હતી પરંતુ આ વર્ષે હજુ આ પરીક્ષા ના યોજાતાં વિદ્યાર્થીઓમાં કચવાટ ઉભો થયો છે કે ખાનગી યુનિવર્સિટોમા કોઇ પણ સેમસ્ટારોના પરિણામો જાહેર થયાના 15 દિવસમા સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ યોજે છે તો અમારા પર અન્યાય શા માટે?. રાજ્ય સરકાર પણ જો ધો.12 ની પૂરક પરીક્ષાઓ યોજી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિસોએ વિદ્યાર્થીલક્ષી સવેંદના દર્શાવીને છેલ્લા 8 વર્ષથી લેવાનાર સેમ 5-6 ની સ્પેશ્યલ સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ આ વર્ષે પણ તાકીદે યોજી પરિણામો જાહેર કરે જેથી હજારો વિદ્યાર્થીઓ પોતે ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યા બાદ ખાનગી-સરકારી નોકરીઓ માટે ઉમેદવારી નોંધાવીને તેઓના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે.
વધુમા કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે રજુઆતમા જણાવ્યુ હતુ કે અમને અનેક વિદ્યાર્થીઓની રજુઆતો આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સ્નાતક કોર્ષમા 2016 પહેલા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રેમિડિયલ પરીક્ષાઓ યુજીસીના નિયમો મુજબ લેવાતી નથી પરંતુ અનેક વિદ્યાર્થીઓને એક વિષય પાછળ સમગ્ર ગ્રેજ્યુએશન ફરી કરવા મજબૂર થયા છે ત્યારે સતાધિસો આ બાબતે પોતાના હાથમાં રહેલ સતાની રૂહે વિદ્યાર્થીલક્ષી બાબતે ઉપયોગ કરી આ તમામ વિદ્યાર્થીઓની કારકિર્દી અંગે સકાત્મારક નિર્ણય લઇને એક અંતિમ તક આપવામા આવે તેવી વિદ્યાથીઓની માંગ છે. રોહિતસિંહ રાજપૂતે અંતમા જણાવ્યું હતુ કે અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે ઉગ્ર આંદોલન છેડવામા આવશે જેની નોંધ લેશો તેવી ચીમ્મકી ઉચ્ચારી હતી.