તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર, તા.11
- Advertisement -
નવાબંદર મરીન પોલીસ ગત તા.24/12/2023ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી કોડીનાર પંથકમાં નકલી ઉઅઙ ખાતરથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જેને લઇ કોડીનાર કિશાન એકતા સમિતિ દ્વારા ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને આ બાબતે તપાસ કરવા અરજી આપી હતી. જે ખેતીવાડી અધિકારી ડી.એ.જાદવ ટીમે તપાસ કરી નવાબંદર મરીન પોલીસે આ ડુપ્લીકેટ DAP ખાતર પુરૂ પાડનાર તડ ગામના પરેશ પુંજા લાખણોત્રા તથા તપાસમાં ખુલેલા અન્ય શખસો સામે નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉનાના તડ ગામે રહેતો અને કિસાન એગ્રો ટ્રેડર્સનો સંચાલક પરેશ પુંજા લાખણોત્રા (રહે.તડ)ને આ ગુન્હામાં તાત્કાલિક હસ્તગત કરી પૂછપરછ કરતાં પોતે ડુપ્લીકેટ DAP ખાતર જુનાગઢના મુળરાજ ઉર્ફે મુળુભાઇ નારણભાઇ ચાવડા મારફત કોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા પાસેથી ડુપ્લીકેટ DAP ખાતર લીધું હોવાની કબૂલાત આપી હતી. જેના મારફત આ ડુપ્લીકેટ DAP ખાતર આપવામાં આવ્યું હતું તે મુળરાજ ઉર્ફે મુળુ નારણભાઇ ચાવડા (રહે.જુનાગઢ)ની પૂછપરછ કરતાં તેઓ ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાના કમીશન એજન્ટ તરીકે કામ કરતા હતા. ડુપ્લીકેટ ઉઅઙ ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપનીમાંથી આવ્યું હોવાનું જણાવતાં પોલીસે તેની અટક કરી હતી.
ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાના જવાબદાર ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ (રહે.ચાંદખેડા, અમદાવાદ) કંપનીમાં મુખ્ય વ્યકિત તરીકે કામ કરતો અને નંદકિશોર ઉર્ફે નંદુભાઈ બાબુલાલ લોહાર (રહે.ચાંદખેડા, અમદાવાદ) જે કંપનીના ડાઇરેક્ટર હોય આ બંનેની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતાં આ શખસોએ પોતે ગુન્હો કર્યો હોવાની કબૂલાત આપતાં બંને શખસોની અટક કરવામાં આવી હતી.
- Advertisement -
તડ ગામે રહેતો પરેશ પુંજા લાખણોત્રાએ વગર લાઇસન્સે પોતાની કિશાન એગ્રોમાં મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા મારફત ડુપ્લીકેટ DAP ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા ખાતેથી મગાવી કોડીનારના મીતિયાજ ગામના ખેડૂતોને વેચાણ કરતો હતો. તેમજ ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાવાળા પાસે ફર્ટીલાઇઝર મેન્યુફેકચરીંગનુ લાઇસન્સ હોય અને તેમાં ગઙઊં બાયોપોટાસ પ્રોમ વિગેરે પ્રોડક્ટ બનાવવાનું લાઇસન્સ હોય તેમ છતાં તેઓ ડુપ્લીકેટ ઉઅઙ ખાતર બનાવી ડુપ્લીકેટ DAP ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પેક કરી ખાતર વેચાણ કરતા હતા. તેમજ કંપનીની પોતાની પ્રોડેક્ટ NPKનું સેમ્પલ બાબરા તથા માંગરોળ ખાતેથી લેવામાં આવતાં તે સેમ્પલ ફેઇલ થઇ જતાં કંપનીને ખેતીવાડી નિયામક મહેસાણા દ્વારા ફેબ્રુઆરી 2024ના રોજ તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરી પ્રોડેક્શન સ્ટોપ કરવામાં આવ્યું છે.
આમ પરેશ પુંજા લાખણોત્રા, મુળરાજ ઉર્ફે મુળુ નારણભાઇ ચાવડા, ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ તેમજ નંદકિશોર ઉર્ફે નંદુ બાબુલાલ લોહાર આ તમામ આરોપીઓએ ડુપ્લીકેટ DAP ખાતર બનાવી ખેડૂતોને વેચી ઠગાઈ કરેલી હોય પોલીસે તમામ આરોપીઓની અટક કરી દસ દિવસના રીમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 5 દિવસ સુધી રીમાન્ડ મંજૂર કરવામાં આવી છે.
આ અંગે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ એફ ચૌધરી, ઉના વિભાગ તથા સકલ પીઆઈ આર. એન.જાડેજાને બનાવ અંગે જાણ કરતા બનાવના મુળ સુધી પહોંચી સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપવામાં આવી હતી.