-અલનીનોના કારણે તાપમાન વધવાથી દુકાળ, પુર જેવી ઘટનાઓ બની શકે છે, ભારતમાં ચોમાસાને વેરવિખેર કરી શકે છે
આવતા વર્ષે દુનિયાભરમાં સુપર અલનીનોની આશંકા સેવાઈ રહી છે. અમેરિકી હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફીયરીક એડમીનીસ્ટ્રેશન (એનઓએ)ના જલવાયુ પુર્વાનુમાન કેન્દ્રના અનુસાર આવતા વર્ષ માર્ચ-મે સુધી મજબૂત અલનીનોની સંભાવના છે. એજન્સીએ એ પણ ભવિષ્યવાણી કરી છે કે અલનીનો સુપર અલનીનોમાં બદલી શકે છે અને તેના પરિણામો ખરાબ આવી શકે છે.
- Advertisement -
સમુદ્રની સપાટી પર તાપમાન 1.5 ડિગ્રીથી વધુ ગરમ રહેશે: એનઓએએના અનુસાર આવતા વર્ષે મજબૂત અલનીનોની સંભાવના 75-80 ટકાની વચ્ચે છે, જેનો અર્થ છે સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશથી ઓછામાં ઓછુ 1.5 ડીગ્રી સેલ્સીયસ વધુ ગરમ રહેશે. 30 ટકા સંભાવના એ પણ છે કે તાપમાન 2 ડીગ્રી સેલ્સીયસથી ઉપર વધી શકે છે.
આવું 1997-98 અને 2015-16માં થયું હતું ત્યારે અતિ તાપમાન, દુકાળ અને પુરી દુનિયામાં કહેર મચાવ્યો હતો. ઉતરી અમેરિકામાં મજબૂત અલનીનો સામાન્ય રીતે શુષ્ક અને સરેરાશથી વધુ ગરમ સ્થિતિઓ સાથે જોડાયેલું રહે છે.
શું છે અલનીનો?
- Advertisement -
સમુદ્રનું તાપમાન અને વાયુ મંડલીય પરીસ્થિતિઓમાં ફેરફારની ઘટનાને અલનીનો નામ આપવામાં આવ્યું છે. અલનીનોના કારણે સમુદ્ર ગરમ થાય છે. આથી દુનિયાભરમાં ગરમ હવામાનની ઘટનાઓ બને છે.
ભારતમાં ચોમાસાના વરસાદ પર પડશે અસર: ભારતમાં અલનીનો સામાન્ય રીતે નબળી ચોમાસુ હવાઓ અને સુકા હવામાનના રૂપમાં પેદા થાય છે. જેથી ચોમાસાની ઋતુમાં અહીં વરસાદ ઓછો થઈ શકે છે.
સુપર અલનીનો ભારતમાં સામાન્ય મોસમ પેટર્નમાં વિધ્ન નાખી શકે છે. તેમાં કેટલાક ક્ષેત્રોમાં ભારે વરસાદ તો કયાંક દુકાળ સંભવ છે. ઉતરની તુલનામાં દક્ષિણી ભારતમાં હવામાનની અસર ઓછી છે. એટલે જોવા જઈએ તો આવતા વર્ષે 80 ટકા મજબૂત અલનીનોની આશંકા છે.