ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ તાલુકાનાં ડારી ગામ ખાતે સીસી રોડનું કામ, કુકરાસ ગામ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાનું કામ, નાખડા ગામ ખાતે સીસી રોડ બનાવવાના કામ મંજૂર કરાવ્યાં હતાં, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.આ તકે રમેશભાઈ રાઠોડ, હરસુખભાઇ મકવાણા, ભીખાભાઇ ખુટણ, મંગાભાઇ સોલંકી, રૈયાભાઈ ખુટણ,છાત્રોડીયા,વજુભાઈ ખુટણ, કાળાભાઈ ખુટણ, ભાવેશભાઈ મેર, ગોવિંદભાઇ મેર, ભરતભાઇ મેર, પિયુષભાઈ પરમાર, ગોર મહારાજ લાભશંકર, વાલાભાઈ સોલંકી, ભીમાભાઇ સોલંકી સહિત આગેવાનો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.