હવે યુટ્યુબ એવા વિડિયોને દૂર કરશે જેના શીર્ષકો અને થંબનેલ્સ કંઇક બીજુ અને વિડિયોમાં વાસ્તવમાં કંઈક બીજું હોય છે.
હવે યુટ્યુબ એવા વિડિયોને દૂર કરશે જેના શીર્ષકો અને થંબનેલ્સ કંઇક બીજુ અને વિડિયોમાં વાસ્તવમાં કંઈક બીજું હોય છે. YouTube ઇચ્છે છે કે લોકો પાસે ચોક્કસ માહિતી હોય, ખાસ કરીને જ્યારે તે સમાચાર અને વર્તમાન ઘટનાઓની વાત આવે.
- Advertisement -
ખાસ કરીને ભારતમાં યુટ્યુબ હવે નકલી વીડિયો પર કડક બની ગયું છે. યુટ્યુબ હવે એવા વિડિયોને દૂર કરશે જેના શીર્ષકો અને થંબનેલ્સ એક વસ્તુ દર્શાવે છે, પરંતુ વિડિયોમાં વાસ્તવમાં કંઈક બીજું હોય છે. યુટ્યુબ ઇચ્છે છે કે લોકો પાસે ચોક્કસ માહિતી હોય, ખાસ કરીને જ્યારે તે સમાચાર અને વર્તમાન ઘટનાઓની વાત આવે. મતલબ કે યુટ્યુબ પર વીડિયો બનાવનારા લોકોએ હવે સાચી માહિતી આપવી પડશે.
ક્લિકબેટ હેડલાઇન્સ યુટ્યુબ પર ચાલશે નહીં
માની લઇએ કો કોઇ વીડિયોનું શીર્ષક છે “રાષ્ટ્રપતિ રાજીનામું આપે છે!” આ વિડિયો પર ઘણા લોકો ક્લિક કરશે. પરંતુ જો વીડિયોમાં આવું કંઈ નથી તો તે ખોટું છે. YouTube આવા વિડિયોને દૂર કરશે. તેવી જ રીતે જો વીડિયોની થંબનેલ કહે છે કે તે એક મોટા સમાચાર છે, પરંતુ વીડિયોમાં કોઈ સમાચાર નથી, તો તે પણ દૂર કરવામાં આવશે.
- Advertisement -
આવા ખોટા વીડિયો લોકોનો સમય બગાડે છે અને તેઓ યુટ્યુબ પર વિશ્વાસ કરવાનું છોડી દે છે. આ ખાસ કરીને ત્યારે વધુ હોય છે જ્યારે કોઇ મોટી ખબર હોય છે. કારણ કે લોકો સચોટ માહિતી માટે YouTube પર આધાર રાખે છે.
યુટ્યુબ કડક થશે
યુટ્યુબ હવે ભારતમાં કડક રીતે કામ કરશે. આવનારા મહિનાઓમાં યુટ્યુબ ખોટી માહિતી પ્રદાન કરતા વીડિયોને દૂર કરશે. પરંતુ પ્રથમ YouTube નિર્માતાઓને યોગ્ય વિડિઓ કેવી રીતે બનાવવી તે સમજાવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતમાં ઘણા લોકો યુટ્યુબ પર સમાચાર અને વર્તમાન ઘટનાઓ જુએ છે. YouTube ઇચ્છે છે કે લોકો યોગ્ય માહિતી મેળવે, તેથી તે ખોટા શીર્ષકો અને થંબનેલ્સ સાથે લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયો ઇચ્છતા નથી.
યુટ્યુબ સૌથી પહેલા એવા વીડિયોને હટાવશે જે તાજેતરમાં અપલોડ કરવામાં આવ્યા છે અને નિયમો તોડશે. જુના વિડીયો પછી જોવામાં આવશે. ક્રિએટર્સએ પણ તેમના જૂના વિડિયોને તપાસીને તેને સુધારવો જોઈએ. યુટ્યુબ ક્રિએટર્સને સમજાવશે કે સારા વીડિયો કેવી રીતે બનાવવો. ખોટા શીર્ષકો અને થંબનેલ્સથી લોકોને મુશ્કેલી પડે છે. YouTube ઇચ્છે છે કે લોકોને સાચી માહિતી મળે, તેથી તે આ ફેરફાર કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભારતમાં વીડિયો બનાવનારા લોકો આ નવા નિયમોનું પાલન કરશે કે નહીં.