By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    12 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    12 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    12 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    12 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    12 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    13 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    1 day ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    1 day ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    13 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    3 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 5:20 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

થોડા સમય પહેલા આપણે ત્યાંની એક ઓ ટી ટી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ પોતાના એક પ્લાનના ભાવમાં લગભગ પચાસ ટકા જેટલો ધરખમ વધારો ઝીંક્યો. બાકીના પ્લાનને પણ મોંઘા કરવામાં આવ્યા.

લોકો હવે ઓ ટી ટી સર્વિસિસ પાછળ રૂપિયા ખર્ચવા તૈયાર છે. સેટેલાઈટ ડીશ થોડા સમયમાં ભૂતકાળ બની જશે એવી વકી છે. ડિજિટલ સેટ ટોપ બોક્સને કારણે જૂનો કેબલ નેટવર્ક નો જમાનો અસ્ત થઈ ગયો એમ ઓ ટી ટી ને કારણે સેટેલાઈટ / સેટટોપ બોકસનો યુગ પણ આથમવામાં છે. આ બધું કેટલું ઝડપી થયું તે જોઈને ખ્યાલ આવે કે આપણે કેટલા ફાસ્ટ યુગમાં જીવીએ છીએ!!

- Advertisement -

આવી રીતે અનેક બીજી ચીજો પણ ભૂતકાળ બનવામાં છે જે ખરેખર તો બહુ ઉપયોગી હતી અને હજુ હમણાં સુધી આપણા ઉપયોગમાં હતી. જેમકે મોબાઇલનો મેમરી કાર્ડ સ્લોટ ! આજે નવા મોબાઈલ મોડેલોમાં સેપરેટ મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવતો નથી.. મોબાઈલની મેમરી જે હોય તે છે અને એનાથી ઉપર તમારે સ્ટોરેજ કરવું છે?? તો કંપનીની કલાઉડ સ્ટોરેજ સેવાઓ સબ્સ્ક્રાઇબ કરો!
ફોનમાં એમ પી થ્રી ગીતો સ્ટોર કરવાની વાત પણ ભૂતકાળ બનવામાં છે. કેમ? કેમકે, ઓનલાઇન મ્યુઝિક એપ પરથી જ્યારે જે જોઈએ તે ગીત સાંભળી લો એટલે તમારે પોતાના મોબાઈલની મેમરીમાં ગીત સ્ટોર કરવાની જરૂર નહિ. પણ એ માટે તમારે ઓનલાઇન મ્યુઝિક એપ નું “સબસ્ક્રિપશન” લેવું પડે !! ફરી આવ્યું સબસ્ક્રીપશન !!!

ટેસ્લા કંપનીએ અદ્યતન ટેકનોલોજી વાળી ગાડીમાં ઓટો ડ્રાઇવ ફીચર પહેલા ફ્રી (નિશુલ્ક) રાખેલું. એકવાર ઇન્સ્ટોલ થાય પછી એને જીવનભર વાપરી શકાય. આજે એ ફીચર નું સબસ્ક્રિપશન ભરવું પડે છે…

આવા તો અનેક દાખલા છે…

- Advertisement -

એક સમયે પ્રિન્ટર ની કાર્ટ્રીજ ને રિફિલ કરી શકાતી (આજે પણ અમુક મોદેલમાં શક્ય છે) પણ હવે આવતા નવા મોડેલમા તમે કારટ્રીજ રિફિલ કરી શકતા નથી, તમારે ફરજિયાત તે કાર્ટ્રિજ ને રિપ્લેસ કરવી પડે..અર્થાત્ તમે હમેશા માટે એ કંપનીના સબસ્ક્રાઈબર થઈ ગયા !!! એક જાણીતી પ્રિન્ટર કંપની ઉપર આવા અનેક કોઠા કબાડાં કરવા બદલ કેસિસ્ થયા છે અને એમાં કંપનીને ફટકા પણ પડ્યા છે.

એક જાણીતી મોબાઈલ નિર્માતા કંપનીએ ઓડિયો જેક અથવા તો વાયર વાળા ઇયર ફોન જ ફોનમાંથી અદ્ર્શ્ય કરી દીધા અને વાયરલેસ એવા ઇયર પોડ આપી દીધા જે અત્યંત મોંઘા અને વળી બેટરી ખાઉં હોય. કોઈ વિરોધ નહિ!! ઉલટા નું આ ઇયર પોડ ની “ફેશન” નીકળી પડી! હવે ઇયર પોડ ખરાબ થાય એટલે તે કંપની પાસેથી જ રિપેર અથવા રિપ્લેસ થઈ શકે અલબત્ત તગડો ચાર્જ આપીને !! અગેઈન, ગ્રાહક અહીંયા કંપનીના કાયમી બંધનમાં આવી ગયો !! સબસ્ક્રાઈબર બની ગયો…
આ રીતે પ્રોડક્ટ ની ગુણવતા બગાડીને એને વધુ વેચાતી કરવાનો આઈડિયા અમેરિકામાં થયેલ ગ્રેટ ડિપ્રેશન તરીકે ઓળખાતી મંદી સમયે લોકોને (ઉધોગપતિઓને) આવેલો.

હવે આ કોન્સેપ્ટ એટલે કે પ્રોડક્ટ ની ગુણવત્તાને જાણી જોઈને બગાડી નાખવાનો કાળો ધંધો છેક કાપડ ઉદ્યોગ સુધી પહોંચ્યો છે. અમુક કંપનીઓ ફેશનને નામે એકદમ તકલાદી કપડાં બનાવે છે જે રૂપકડા હોય પણ એનું આયુષ્ય સાવ ઓછું હોય જેથી એમની પ્રોડક્ટ સતત વેચાતી રહે. આ ફેશનને “ફાસ્ટ ફેશન” કહેવાય છે.

આજની ફાસ્ટ લાઇફમાં લોકો સતત નવી ચીજો નો ઉપભોગ કરવા માંગે છે એમને રિપેર કરવાનો સમય નથી અને ચીજો પણ એવી બનાવાય છે જે રીપેરેબલ નથી હોતી. મોબાઈલ ટીવી વગેરે હવે રિપેર કરતા વધુ રિપ્લેસ થાય છે અથવા તો એના પાર્ટ રિપ્લેસ થાય છે.
લોકો પાંચેક વર્ષમાં ઘરના ફર્નિચર બદલી નાખે છે ભલે એકદમ નવું હોય!! આમ, કંપનીઓ અને ઉપભોક્તાઓ, બેય બજારને સતત ગરમ રાખવા જોર લગાડી રહ્યા છે પણ જોર કોની ઉપર લાગે છે?!

જોર લાગે છે પ્રકૃતિ ઉપર. આપણે સતત નવી ચીજો વસાવી, જૂની ફેંકીને સતત કચરો પેદા કરીએ છીએ, કુદરતી સંસાધનોનો દાટ વાળી નાખીએ છીએ.
આથી હવે સ્લો લાઇફ અને સ્લો ફેશનના કોન્સેપ્ટ ધીમે ધીમે ચલણી બનવા લાગ્યા છે.

જ્યા લોકો જલ્દીથી પોતાની ચીજો, કપડાં, મોબ્બાઇલ, ટીવી , પર્સ, જૂતા વગેરે બદલતા નથી. (જેમ આપણે જૂના સમયમાં કરતા) કપડાં પણ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હોય એવા પહેરે છે , ફેશન પણ પ્રકૃતિને નુકસાન થાય નહિ એવી અપનાવવામાં આવે છે. આ ફેશનને “સ્લો ફેશન” કહે છે.

સ્લો ફેશન અને સ્લો લાઇફ થી કંપનીઓ ની ખરાબ ગુણવત્તાની પ્રોડક્ટ બનાવવાની પોલિસી થી બચી શકાય છે. એમાં સબ્સ્ક્રાઇબ કરવાની ચેનલોને બદલે મેમરિમાં રહેલું ક્ધટેન્ટ (ક્લાસિક ફિલ્મો, સિરીઝો, ગીતો વગેરે) જોવામાં આવે છે.

જ્યારે કંપનીઓ તોતિંગ બનવા લાગે ત્યારે એમને ગ્રાહકની માંગ સમજવાની જરૂર નથી રહેતી, તેઓ પોતાની “ઘરની ધોરાજી” ચલાવે છે. ગ્રાહકને તેઓ પોતાની મરજીથી વાળે છે.

આ ભયાનક મોડેલ આડેધડ ઔધોગિક ક્રાંતિ નું દુષ્પરિણામ છે. કેમકે ઉદ્યોગો જ્યારે સતત પ્રોડક્શન કરે, સતત માલ પેદા કરે, સતત નફાકારક ધંધો જુએ ત્યાર પછી એને એ પ્રોડક્ટ ને સતત બજારમાં ફરતી રાખવી પડે છે. પરિણામે તેઓ નબળી પ્રોડક્ટ બનાવે છે જેથી એમની પ્રોડક્ટ સતત વેચાતી રહે. તેઓ સતત ધૂમ નફો કમાતાં રહે.

આ મોડલના ગાંધી સખત વિરોધી હતા જેથી એમણે માપસર ઔદ્યોગિકરણ નું મોડેલ આપેલું જે ખાસ ચાલ્યું નહિ.. ઉપભોક્તાવાદ છેવટે ખોરાક, પાણી, શિક્ષણ, ચિકિત્સા બધાને એક પ્રોડક્ટ બનાવી દે છે.. માણસ પણ એક વેચાઉ પ્રોડક્ટ બની જાય છે.

જીવન જીવવાનો આનંદ અકબંધ રાખવા માટે સ્લો લાઇફ અને સ્લો ફેશન ને અપનાવ્યા સિવાય છૂટકો નથી.

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે
Next Article સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?