ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર શ્રી જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ માણાવદર દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, એન.એસ.એસ વિભાગ અને મરમઠ ગામના સહયોગથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સમાજોત્કર્ષ, જ્ઞાનમૂલક તેમજ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી, ગ્રામજનોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એ માટે વાર્ષિક શિબિરનું આયોજન માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને આજરોજ મરમઠ મુકામે કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ અને ગામ લોકોએ ભાગ લીધો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જુનાગઢ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર કનકસિંહજી પી.ગોહિલ, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, મહંત મહાદેવગીરીબાપુ સહિત સર્વે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મરમઠ મુકામે ક્રિસ્ટલ હાઈસ્કૂલમાં નવા બંધાવેલા રૂમનું લોકાર્પણ પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના વરદ્હસ્તે કરવામાં આવ્યું. હતુ.