આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શહેર-જિલ્લાની તમામ શાળામાં રેડ રિબન બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં છેલ્લા 37 વર્ષથી સક્રિય રીતે કાર્ય કરતી એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા આજે વિશ્વ એઇડ્સ દિવસના પૂર્વ સૂર્યોદયે વિરાણી સ્કુલ ખાતે ધો. 9 થી 12ના છાત્રોએ વિશાળ રેડ રિબન બનાવી હતી. આ આયોજનમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, સંસ્થાના ચેરમેન અરૂણ દવે, શિક્ષકો રાજુભાઇ બામટા, સી.બી.માલાણી, ચિરાગ ધામેચા સહિતનાએ જહેમત ઉઠાવીને જન જાગૃતિ પ્રસરાવી હતી.
કાલે વિશ્વ એઇડ્સ દિવસે શહેર જીલ્લાની તમામ શાળામાં ધો. 9 થી 12ના છાત્રો રેડ રિબન બનાવશે. જેમાં શિક્ષણ તંત્રનો સહયોગ મળ્યો છે. લોક વિજ્ઞાન કેન્દ્ર-રેસકોર્ષ ખાતે સવારે 9:30 વાગ્યે સેમિનાર અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 4 વાગ્યે પંચશીલ સ્કુલ ખાતે રેડ રિબન નિર્માણ કરાશે. તા. 1ને શનીવારે કેકેવી ચોક પાસેની જી.ટી.શેઠ સ્કુલમાં રેડ રિબન બનાવાશે. આ વર્ષનું લડત સુત્ર સમુદાયોને નેતૃત્વ કરવા દો સંદર્ભે સમાજના દરેક સમુદાયોને સાંકળીને 31 માર્ચ, 2024 સુધી વિવિધ આયોજન યોજવામાં આવશે. આવતીકાલે રાજકોટના તમામ લોકો રેડ રિબન પહેરીને રાજકોટને રેડ રિબન નગર બનાવવા ચેરમેન અરૂણ દવેએ અનુરોધ
કર્યો છે.