આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ આવતી હરીઓમ ક્ધયા વિદ્યાલયના જઙઈ ના કુલ 56 કેડેટસ દ્વારા પોલીસ કમિશનરની કચેરીની મુલાકાત લેવડાવવામાં આવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચના તથા અઈઙ એમ. આઈ. પઠાણના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનરની કચેરીમાં આવેલ વિવિધ વિભાગો જેમ કે કંટ્રોલ રૂમ, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ- ઈઈઝટ, સ્પેશ્યલ શાખા, લાયસન્સ શાખા, કોમ્પ્યુટર સેલ, જઈ/જઝ શેલ, શીટ શાખા, એકાઉન્ટ શાખા, પત્ર વ્યવહાર શાખા, ઝોન-1 ઓફીસ, ઝોન-2 ઓફીસ વિગેરેમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેનાંથી અવગત કરવામાં આવેલ. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા કોન્ફરન્સ હોલમાં તમામ કેડેટસ સાથે બેસી પોતે જાતેથી પોલીસ ખાતાની કામગીરી તથા ટ્રાફીકના નીયમોની બાળકોને ખૂબ જ પ્રેમપૂર્વક સમજ આપેલ તથા બાળકોમાં અત્યારથી જ સમાજની સેવા, સુરક્ષા તથા ટ્રાફીકના નીયમોના પાલન કરવા જેવા ગુણો કેળવવા અપીલ કરેલ, સી.પી. દ્વારા ટ્રાફીક અવેરનેશ, દુર્ગાશક્તિની કામગીરી અંગે બાળકોને વિડીયો કલીપ પણ મોટી સ્ક્રીન પર બતાવવામાં આવેલ. આ વિઝીટથી ખૂબ જ આનંદિત અને ઉત્સાહિત થયેલ બાળકો દ્રારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને ગુલાબના ફુલ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હરિઓમ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ CP કચેરીની મુલાકાતે

Follow US
Find US on Social Medias