ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર ગઢડા તાલુકાનાં કોદીયા ગામે કોદીયા-જંગવડ ખાતેથી મછુન્દ્રી નદી5ટ વિસ્તારમાંંથી અનઅઘિકૃત રીતે સાદી માટીનું ખનન અને વહન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્રના કચેરી સ્ટાફ દ્વારા તપાસ કરતાં કુલ-3(ત્રણ) ટ્રેકટર સાદી માટી ભરેલા 5કડાયા હતાં. જેનાં માલીકો(1) મઘુભાઇ સોમાતભાઇ ગુજરીયા,રહે. કોદીયા (ર) કિશન મઘુભાઇ ગુજરીયા, રહે.કોદીયા તથા (3) જાદવભાઇ સોમાતભાઇ ગુજરીયા,રહે.કોદીયા છે. આ ત્રણેય ટ્રેકટર/ટ્રોલી સાદી માટી ખનીજ સહિત સીઝ કરવામાં આવ્યાં છે તેમજ આ અંગે વધુ કાર્યવાહી માટે ભુસ્તર શાસ્ત્રીશ્રી, ખાણ ખનીજ વિભાગ, ગીર સોમનાથને અહેવાલ મોકલી આ5વામાં આવ્યો છે. અનધિકૃત વહન બદલ સીઝ કરેલા ટ્રેકટર્સ તથા સાદી માટી ખનીજની અંદાજીત રૂ.15 લાખ છે.
કોદીયા-જંગવડમાં અનઅધિકૃત રીતે સાદી માટીના ખનન બદલ તંત્રની કડક કાર્યવાહી: 15 લાખનો મુદ્દામાલ જપ્ત
