પીએમ પોષણશક્તિ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘનું કલેક્ટર કચેરીએ આવેદન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
પીએમ પોષણ યોજના હેઠળ હાલ મધ્યાહન ભોજન યોજનાના શાળા દીઠ રસોડા બદલે એક જ રસોડામાં ભોજન બનાવી દરેક શાળાએ મોકલવાનું આયોજન છે. જેનો વિરોધ કરી પીએમ પોષણશક્તિ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પીએમ પોષણશક્તિ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના જિલ્લા પ્રમુખ ડાયાલાલ પરમાર, રઘુભા ઝાલા મનોજભાઈ અલ્ગોતર, મોતીભાઈ ચોટીલા, મનસુખભાઈ લખતર, ગિરિરાજસિંહ ચુડા તથા ગુજરાત રાજ્યના મહામંત્રી લક્ષ્મણભાઈ ખટાણાએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં 1984થી મધ્યાહન ભોજન યોજના ચાલુ છે જેમાં કિચન ગેસ, સ્ટાફ ઉપલબ્ધ છે જેની અમલવારીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકારની ગાઇડ લાઇન છે કે શાળામાં ભોજન તાજુ બનાવવાની સુવિધા હોવી જોઇએ એ મુજબ શાળાઓમાં વ્યવસ્થા છે પણ કેન્દ્રીય રસોડાનો પ્રોજેકટમાં ગુજરાત બહારની ચાર સંસ્થાને લાવવાની છે જેમાં શાળાને બદલે 40થી 50 કિમી દૂરથી મોડી રાત્રે 3 વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે 2 વાગ્યે કેન્દ્રીય રસોડું તાલુકાના બાળકોને ઉપલબ્ધ કરાવે છે.બાળકોને તાજુ ભોજન ન મળી શકે જ્યારે 2 વર્ષથી પુરવઠા નિગમ દ્વારા સમય મર્યાદામાં તેલ, દાળ સહિતનો જથ્થો ઉપલબ્ધ કરાવાનો હોય છે જે નિયમિત મળતો નથી. સ્થાનિક રસોડામાં બનાવાતું ભોજન પધ્ધતી બદનામ થાય છે. જ્યારે યોજનામાં 2 પ્રકારનું મહેકમ છે જેમાં કેન્દ્ર કક્ષાએ મેનેજરની ભૂમિકા તેમજ રાજ્ય સરકારનું રસોઇયા અને મદદનીશ એ ભારત સરકારનું મહેકમ અને રાજ્ય સરકારમાં સંચાલકો શાળા સહાયકની જગ્યા ઊભી કરી સમાવવા માંગ છે. આયોજનામાં રસોયાને 3750 વેતન મળે છે જે ભોજન બનાવવાથી વાસણ સાફ કરવા સુધીમાં 8 કલાક સમય થાય છે, ખૂબ જ ઓછુ કહેવાય. તેમાં યોગ્ય વેતન ચૂકવવા માંગ કરી હતી.



