ઔવેસીની અમદાવાદથી સુરત મુલાકાત વેળાએ મુસાફરી દરમિયાન વંદે ભારત ટ્રેન પર પથ્થરાવ થયો હોવાનો દાવો કરતા ચકચાર જાગી છે.
आज शाम जब हम @asadowaisi साहब,SabirKabliwala साहब और @aimim_national की टीम अहमदाबाद से सूरत के लिए 'Vande Bharat Express' train में सफर कर रहे थे तब कुछ अज्ञात लोगों ने ट्रेन पर ज़ोर से पत्थर मारकर शीशा तोड़ दिया!#GujaratElections2022 pic.twitter.com/ZwNO2CYrUi
- Advertisement -
— Waris Pathan (@warispathan) November 7, 2022
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવી હોવાની રાવ ઉઠી છે. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. AIMIMના નેતા ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન પથ્થરમારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. ટ્રેનમાં ઔવેસી જ્યાં બેઠા હતા આ બારીને ટાર્ગેટ કરી ટ્રેન પર બે પથ્થરના છુટ્ટા ઘા ઝીંકવામાં આવ્યા હોવાનો AIMIM રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણએ દાવો કર્યો છે.
- Advertisement -
Travelling from Ahmedabad to surat vande bharat Express
.#GujaratElections2022 pic.twitter.com/ewLxFFUnee
— Waris Pathan (@warispathan) November 7, 2022
ઔવેસી સુરતની મુલાકાતે આવ્યા
AIMIM નેતા ઓવેસી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ ઘટના અંગે સરકાર જવાબદારી લે. વધુમાં ભાજપ પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું હોવાનો પણ ઓવેસીએ આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે ગરબા પર પથ્થર ફેકવવાળા ને જાહેરમાં મારવામાં આવે છે તો બીલકિસ બાનુંમાં આરોપી છૂટી ગયા તો મહિલા ક્યાં સુરક્ષિત છે. તેવો સવાલ પણ ઊઠાવ્યો હતો.