સ્થાનિક તંત્રને સાંસ્કૃતિક વારસાની સંભાળ રાખવામાં કયો ગ્રહ નડે છે તે તો દ્વારકાધીશ જાણે!
હૃદય યોજના અંતર્ગત બ્રહ્મકુંડના રિનોવેશન પાછળ રૂપિયા 97.58 લાખ ખર્ચ કરાયા પરંતુ જાળવણી કરે કોણ?
બુધાભા ભાટી દ્વારા દ્વારકાથી…
- Advertisement -
જગત મંદિર ગણાતા દ્વારકા મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુંઓ આવે છે. યાત્રાધામ દ્વારકાને વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાન્ટ પણ ફાળવે છે. પરંતુ સ્થાનિક તંત્ર કોઈ દરકાર કરતું નથી. દ્વારકામાં આવેલો બ્રહ્મકુંડ જે અતિ પ્રાચીન અને પૌરાણિક મનાય છે. તેના રિનોવેશન માટે 97 લાખ જેટલો ખર્ચ કરાયો પરંતુ અત્યારે તેની અવદશા થઈ ગઈ છે. બ્રહ્મકુંડમાં આવેલી લિફ્ટ ભંગાર હાલતમાં તથા આરો પ્લાન્ટ બંધ હાલતમાં તેમજ ઈલેક્ટ્રીક બોર્ડ પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલમાં આ બ્રહ્મકુંડના પવિત્ર જલ અંદરમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે. સનાતન ધર્મની પરંપરા અને સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન આ કુંડની અવદશાથી સનાતની હિન્દુઓ ઉપરાંત બહારથી આવતા લાખો યાત્રિકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. યાત્રાધામ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકાર કરોડો ખર્ચ કરે છે ત્યારે સ્થાનિક જવાબદારોને આવા આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની સાર સંભાળ રાખવામાં કયો ગ્રહ નડે છે તે તો દ્વારકાધીશ જાણે !
બ્રહ્માજીનાં મંદિરો ભારતભરમાં ખુબ જ ઓછા છે અને બ્રહ્માજીનાં નામથી આ પૌરાણિક કુંડ આવેલો છે જેનું ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વ
- Advertisement -
કુંડના જળનો અનેરો મહિમા પરંતુ હાલ તો ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે
પૌરાણિક બ્રહ્મકુંડના જળનો અનેરો મહિમા છે. શ્રદ્ધાળુઓ આ જળનું આચમન કરીને ધન્યતા અનુભવે છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જળમાં અતિ ગંદકીને કચરો હોવાથી દુર્ગંધ આવી રહી છે.