44 લાખના 7016 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
બે ટ્રક, રોકડ, પશુચારાની 230 બેગ સહિત 69 લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રાજપરા ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 44 લાખ 19 હજારની કિમતનો 7016 બોટલ દારૂ તથા બે ટ્રક સહિત 69 લાખના મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે અન્ય નવ શખ્સોને વોંટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
રાજ્યભરમાં ધોંસ બોલાવતી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામળીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઇ એસ વી ગલચર અને ટીમને મળેલી બાતમી આધારે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રાજપરા ગામની સીમમાં જીતેન્દ્રસિંહના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી 44,19,312 રૂપિયાનો 7016 બોટલ દારૂ મળી આવતા જામનગરના યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને દાહોદના રમેશ ઉર્ફે ચકો ઇશ્વરભાઇ ડાંગીની ધરપકડ કરી હતી પોલીસે 22 લાખના બે ટ્રક, દારૂ, રોકડ 1450, 35,500ના 5 મોબાઈલ, 2.30 લાખની પશુ ચારાની 230 બેગ સહિત 68 લાખ 86 હજાર 262નો મુદામાલ કબજે કરી બંનેની પૂછતાછ કરતાં આ દારૂ મંગાવનાર તરીકે દ્વારકાના અરજણભાઈ આલાભાઈ કોડીયાતર, ધનાભાઈ આલાભાઈ કોડીયાતર, ભાગીદાર કરમણભાઈ જગાભાઈ રબારી, જામકંડોરણાનો ફાર્મ માલિક જીતેન્દ્રસિંહ ભગવતસિંગ પઢિયાર, ભાગીદાર જામનગરનો પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, તકુભા રાઠોડ, જાંનાગરનો દિવ્યેશભાઈ ઉર્ફે ડી.કે., ટ્રક ડ્રાઈવર, ક્લિનર અને નોકર તથા પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.