550 તરવૈયાઓએ ભાગ લીધો: પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા (જૠઋઈં) દ્વારા રાજ્યકક્ષાની સ્વિમિંગ અને ડાઈવિંગ ત્રિદિવસીય સ્પર્ધાનું સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આયોજન કરાયું હતું.
ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ દ્વારા સંચાલીત રાજયકક્ષાની સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અંદાજિત 350 બોયઝ અને 200 ગર્લ્સ મળી કુલ 550 તરવૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર- 14, 17 અને અંડર- 19ના સ્પર્ધકોનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ તકે જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, ચીફ રેફરી પ્રકાશભાઈ સારંગ, કોમ્પિટીશન ક્ધવીનર વિપુલભાઈ ભટ્ટ, મેહુલભાઈ મિસ્ત્રી તેમજ આરોગ્ય વિભાગની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ખડે પગે ઉપસ્થિત રહી હતી.