નીતિ વિષયક ચર્ચા બાદ જરૂરી માર્ગદર્શન મેળવ્યું
રાજકોટ મહાનગરપાલિકાના શાસકોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારો માટે કમલમ રાજકોટ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં નિરીક્ષકો તરીકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ ક્વાાડીયા, ભાવનગર જિલ્લાના પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા તેમજ જુનાગઢના પૂર્વ મેયર આઘ્યકશકિતબેન મજમુદાર આવ્યા હતા સેન્સ લીધા બાદ ભાજપના સિનીયર નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યાં નિરીક્ષકોએ વજુભાઈ વાળા પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.