નિયમિત વિધાર્થીઓની ફી ધો.10ની રૂ.425, ધો.12 સા.પ્ર.ની રૂ.590, સાયન્સની રૂ.725
છેલ્લા ત્રણ વર્ષમાં પરીક્ષામાં 20%નો વધારો કરી દેવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના લાખો વાલીઓ ઉપર દર વર્ષે પરીક્ષા ફીના નામે નાણાકીય ભારણ વધારવામાં આવી રહ્યું છે. આગામી ફેબ્રુઆરી-2026થી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની બે ફી જાહેર કરાઈ છે. જેમાં સતત ત્રીજા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરાયો છે. ગત વર્ષે 5 ટકા જેટલો ફી વધારો કરાયા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ સરેરાશ 5 ટકાનો વધારો કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં પરીક્ષા ફીમાં 20 ટકા જેટલો તોતિંગ વધારો કરી દેવાયો છે. નવા જાહેર થયેલા માળખા મુજબ નિયમિત વિદ્યાર્થીઓની ધો.10ની ફી રૂ.425, ધો.12 સા.પ.ની રૂ.590 અને સાયન્સની રૂ.725 નક્કી કરાઈ છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર કર્યું છે, જેમાં સતત ત્રીજા વર્ષે પણ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ધોરણ.10ના નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. 405 હતી, જે આ વર્ષે વધારી રૂ.425 કરી દેવાઈ છે. આમ, ધોરણ.10ની ફીમાં રૂ.20નો વધારો કરાયો છે. આમ, ધોરણ.10ની ફીમાં બોર્ડ દ્વારા 5 ટકા જેટલો વધારો કરાયો છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂ.565થી વધારી રૂ.590 કરાઈ છે. આમ. ધોરણ.12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ.20નો વધારો કરાયો છે. ધોરણ. 12 સામાન્ય પ્રવાહની ફીમાં ચાર ટકા વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે ધોરણ. 12 સાયન્સની ફી રૂ.685 હતી, તેમાં વધારો કરીને રૂ.725 ફ્રી નક્કી કરાઈ છે. આમ, ધોરણ.12 સાયન્સની ફીમાં રૂ.30 વધારો કરાયો છે.
જે લગભગ સાડા ચાર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ, ધોરણ.10 અને 12ની ફીમાં સતત ત્રીજા વર્ષે વધારો કરાતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે. ધોરણ.10 ના નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂ. 425 રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ.155 નક્કી કરાઈ છે. જયારે બે વિષય માટે રૂ. 225, ત્રણ વિષય માટે રૂ.385 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ.415 ફી નક્કી કરાઈ છે.
- Advertisement -
ત્રણ વર્ષમાં પરીક્ષા ફીમાં રૂ.120 સુધીનો વધારો થયો
ધોરણ 10ની ફીમાં ત્રણ વર્ષમારુ. 70 વધારો થયો છે. વર્ષ-2023ની પરીક્ષા વખતે ધોરણ 10ની ફી રૂ.355 હતી, જે ચાલુ વર્ષે વધીને રૂ.425 થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની ફી 2023ની પરીક્ષા માટે રૂ.490 હતી, જે વધીને ચાલુ વર્ષે 590 થઈ છે. આમ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ ત્રણ વર્ષમાં ફી રૂ.100 વધારો થયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સની 2023ની ફી રૂ.605 હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂ.725 થઈ છે. આમ, ધોરણ 12 સાયન્સની ફીમાં ત્રણ વર્ષમાં રૂ.120નો વધારો થયો હોવાનું જાણવા મળે છે.



