ફાઇનલ મેચ અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે અને વર્લ્ડકપનો ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. 10 ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ માટે ઇઈઈઈં એ રાજકોટ સહિત 12 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનૌ, ઈન્દોર, રાજકોટ, અમદાવાદ અને મુંબઈનો સમાવેશ થાય છે. ઊજઙગ ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે વર્લ્ડકપમાં નોકઆઉટ સહિત કુલ 48 મેચ રમાશે જે 46 દિવસ સુધી ચાલશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સૌરાષ્ટ્ર-ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહએ જણાવ્યું હતું કે, આગામી વર્લ્ડકપને લઇ રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કર્યાનું જાહેર કરવામાં આવ્યું છે. આ આપણા બધા માટે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર કહી શકાય છે. હાલ સત્તાવાર જાહેરાત કરવામાં નથી. આવી આ માટે આગામી સમયમાં ઇઈઈઈં અને ઈંઈઈ દ્વારા નક્કી કરવામાં આવશે. હજુ સુધી એક પણ વખત વર્લ્ડકપની કોઈ મેચ રાજકોટમાં રમાઈ નથી. આ વખતે શોર્ટલિસ્ટ પણ પ્રથમ વખત થયું છે અને જો મેચ રમવાનું ક્ધફોર્મ થાય તો આ પણ ખુબ સારા સમાચાર માની શકાય છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આપણું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ જ સારું છે આ ઉપરાંત અત્યાર સુધી રાજકોટના સ્ટેડિયમ પર રમાયેલ ઇન્ટરનેશનલ ઝ-20, વનડે તેમજ ટેસ્ટ મેચ ખુબ સારી રીતે રમાયા તેને ધ્યાનમાં રાખીને વર્લ્ડકપ માટે રાજકોટ શહેર શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ રાજકોટ માટે અને જઈઅ માટે સારી વાત કહી શકાય. ઉલ્લેખનીય છે કે,રાજકોટના સ્ટેડિયમ પર મેચ રમાશે તેનું ક્ધફર્મેશન આવ્યા બાદ વધુ સારી રીતે જઈઅ દ્વારા તૈયારીઓ આગળ વધારવામાં આવશે.
- Advertisement -
ભારત પહેલીવાર વર્લ્ડકપની મેજબાની કરશે
આ વખતે ભારત પહેલીવાર સંપૂર્ણ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે. આ પહેલાં ભારતે પોતાના પાડોશી દેશો સાથે મળીને આ મેગા ટૂર્નામેન્ટની યજમાની કરી ચૂક્યું છે. 2011નો વર્લ્ડકપ ભારત ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. ટૂર્નામેન્ટના અમુક મુકાબલા બાંગ્લાદેશના ઢાકા અને ચિતગોંગ તો શ્રીલંકાના પલ્લેકલ અને કોલંબોમાં રમાયા હતા.