રાજ્યમાં ST બસના કુલ 14512 પૈકી 577 રૂટ બંધ, જઝ બસના 219 રૂટ અને 564 ટ્રીપ કાર્યરત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના પગલે જઝ બસ સેવા પ્રભાવિત થઇ છે. જેમાં રાજ્યમાં જઝ બસના કુલ 14512 પૈકી 577 રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં જઝ બસની 40515માંથી 1928 ટ્રીપ બંધ રખાઇ છે. ST બસના 219 રૂટ અને 564 ટ્રીપ કાર્યરત કરાયા છે. તેમજ દ્વારકામાં પાણી ઓસરતા જઝ સેવા ફરીથી ક્રમશ શરુ કરાશે.
વરસાદના લીધે વડોદરા, ભુજ, ખેડા તેમજ પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબીમાં અસર થઇ છે. તેમજ સુરેન્દ્રનગર, જામનગરમાં વરસાદને લઈ બસ સેવાને અસર થઇ છે. ભારે વરસાદના પગલે એસટી સેવા પ્રભાવિત થઇ છે જેમાં એસટીની કુલ 14512 પૈકી 577 રૂટ બંધ થયા છે. તેમજ એસટી 40515 ટ્રીપ પૈકી 1928 ટ્રીપ બંધ થઇ છે. તેમજ એસટીના 219 રૂટ અને 564 ટ્રીપ કાર્યરત કર્યા છે. વરસાદના લીધે વડોદરા, ભુજ, ખેડા, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર વરસાદને લઈ અસર થઇ છે.
તમામ અન્ય જિલ્લાઓમાં સંચાલનમાં સામાન્ય વિક્ષેપ છે. જેમાં દ્વારકા શહેરમાંથી પાણી ઓસરતા બસ સેવા ફરીથી ક્રમશ શરુ કરાશે. અગાઉ ભારે વરસાદના કારણે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું કામકાજ બંધ રખાયુ હતુ. તેમજ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂટ પર પણ અસર થઈ છે.
બસ સેવાઓ ખોરવાઈ જતાં એસટી નિગમને અંદાજે રૂ.1.08 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. બંગાળની ખાડીમાં એર સર્ક્યુલેશનની સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. હજી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.