સાધુ સમાજ પ્રીમિયર લીગ યોજાશે, અલગ અલગ શહેરોની ક્રિકેટ ટીમો લેશે ભાગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ- રાજકોટ દ્વારા આયોજિત એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, સાધુ સમાજ પ્રીમિયર લીગ (SSPL)નું ભવ્ય આયોજન તા. 12 રવિવારના રોજ યુવા દિવસ સ્વામી વિવેક જન્મ જયંતી નિમિત્તે રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, કોઠી કમ્પાઉન્ડમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં સાધુ સમાજની અલગ અલગ શહેરોની ક્રિકેટ ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર તેમેજ દરેક ટીમના મેં ઓફ ધ મેચ ટ્રોફી અને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવશે. આ આયોજનના મુખ્ય આકર્ષણ લાઈવ કોમેન્ટ્રી પ્રોફેશનલ ભરતભાઈ કુછડીયાના સ્વરે અને લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ ચેનલ (શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ) પર લાઈવ નિહાળી શકાશે. તેમજ ડિજીટલ સ્કોર બોર્ડ પર સ્કોર પણ જોઈ શકાશે. આ આયોજનમાં આમંત્રીત રાજકીય મહાનુભાવ મેયર, સાસંદ સભ્ય, ધારાસભ્ય તથા સામાજીક અગ્રણીઓ તેમજ સાધુ સમાજના શિક્ષિત તથા સમાજના મહાનુભાવ, શ્રેષ્ઠીઓ અનેક આમંત્રીત મહેમાનો પધારશે. દરેક ક્રિકેટ પ્રેમી જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ, રાજકોટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ, રાજકોટના યુવાનો અને સામાજીક અગ્રણીઓ તથા સેવાભાવી સમાજના લોકો ચેતનભાઈ ગોંડલીયા, ઉજેશભાઈ દેશાણી, વલ્લભબાપુ ગોંડલીયા, પ્રકાશભાઈ દાણીધારીયા, તપનભાઈ કાપડી, યશભાઈદેસાણી, યશભાઈ ગોંડલીયા, માધવભાઈ ગોંડલીયા, ધ્રુવભાઈ કાપડી, પ્રણવભાઈ દાણીધારીયા, ઋષભભાઈ ગોંડલીયા, ઉદયભાઈ દેસાણી, દર્શનભાઈ દુધરેજીયા, મોહિતભાઈ ગોંડલીયા, નૈતિકભાઈ ગોંડલીયા, પાર્થભાઈ દેસાણી, શીવુભાઈ ગોંડલીયા, શ્રી રુદ્રભાઈ ગોંડલીયા, પાવનભાઈ દાણીધારીયા જહેમત ઉઠાવી રહયાં છે.