તા. 2 ઓક્ટોબર 2025, ગુરુવારના રોજ રામનાથપરા ખાતે ક્ષાત્રધર્મના પ્રતીક સમા આ ઉત્સવમાં જોડાવા ક્ષત્રિય બંધુઓને ભાવભર્યું નિમંત્રણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રાચીન પરંપરા અનુસાર, અસુરી શક્તિઓ પર વિજય અને અધર્મ પર ધર્મની જીતનું પર્વ એટલે વિજયાદશમી (દશેરા). આ પાવન અવસરે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા રાજકોટ ખાતે પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્ષત્રિય સમાજની પરંપરા અને સંસ્કૃતિ મુજબ દશેરાને રાજપૂતોની દિવાળી માનવામાં આવે છે. આ નિમિત્તે શસ્ત્ર પૂજન દ્વારા સદા સનાતન ધર્મ અને દેશનું રક્ષણ કરનાર લડાકુ વીર યોદ્ધાઓના ક્ષાત્રધર્મને યાદ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પરંપરાગત શસ્ત્ર પૂજનની સાથે સાથે ’વીરાંજલિ શહીદી વંદના’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સેના અને સશસ્ત્ર સેનામાં પોતાનો ક્ષાત્રધર્મ બજાવતા દેશના દુશ્મનો સામે લડતાં કુરબાન થયેલા સમાજના વીરલાઓને પુષ્પાંજલિ અને વીરાંજલિ અર્પણ કરીને શહીદોને વંદન કરવામાં આવશે.
આયોજક સંસ્થાઓ દ્વારા સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓને પોતાનો સ્વધર્મ વહન કરવા અને આ પવિત્ર શસ્ત્ર પૂજન તથા વીરાંજલિ શહીદ વંદના કાર્યક્રમમાં સહભાગી થવા માટે ભાવપૂર્ણ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતો:
તારીખ: 02/10/2025 ગુરુવાર
સમય: સાંજે 04:00 કલાકે
સ્થળ: શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વાડી, 12, રામનાથપરા, રાજકોટ.