ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે યુવા અગ્રણી જૈમિનભાઈ ચેતા, ભીખાભાઈ વિરાણી સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના ચાર ઝોનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં
આવ્યું છે.
રાજકોટ શહેરના નોર્થ વિસ્તારમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક પાસે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં સર્વશ્રેષ્ઠ ગણાય તેવું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવમા નોરતે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ દેશ ભક્તિ સહિતના ગીત પર થનગનાટ કર્યો હતો.
ખાસ કરીને જીઓ સનાતન અને જય શ્રી રામ ગીત પર ખેલૈયાઓ હાથમાં કેસરિયો ધ્વજ લઈને રાસ ગરબા રમ્યા હતા. હજારો ખેલૈયાઓએ કેસરિયો ધ્વજ લઈને ગરબે રમતા ગ્રાઉન્ડમાં અલૌકિક અને અદભુત દૃશ્ય સર્જાયું હતું. નવમા નોરતે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં બાલાજી વેફર્સના ભીખાભાઈ વિરાણી, અન્ય અગ્રણીઓ જેમાં. યુવા અગ્રણી જૈમિનભાઈ ચેતા, ચંદુભાઈ વિરાણી, શેલેશ હિરપરા, મહેશ રાજપૂત, હેમાંગ વસાવડા, જશવંત શિંહ ભટ્ટી, રાજેશ નાગોરા, સુરેશ ફળદુ સહિત ના મહાનુભવો .હાજર રહ્યા હતા અને શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનના આયોજનને વખાણ્યું હતું..
આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સભ્યો ચેતન સગપરીયા, મનસુખ વેકરીયા, નીલદીપ તલાવિયા, પ્રણય વિરાણી સહિત સમગ્ર નોર્થ ઝોન સમિતિના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.