ખેલૈયાઓની સાથે ઝૂમી ઉઠતા ક્લબ યુવીના મૌલેશભાઇ તથા ક્લબ યુવીના ડાયરેક્ટરો
રાસોત્સવમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ, દર્શકોની જામતી ભીડ
ખાસ-ખબર સંવાદદાતા
ઉમિયાધામ સીદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે બીજા નોરતે રાસોત્સવન અદભુત માહોલ જામ્યો હતો. સંપૂર્ણ પારીવારીક માહોલમાં રાસોત્સવને નિહાળવા સેક્ધડ રીંગ રોડ પર રાધિકા ફાર્મ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. ખેલૈયાઓની સાથો સાથ દર્શકોની ભારે ભીડ જામી હતી.
કલબ યુવી નવરાત્રી મહોત્સવના બીજા નોરતે અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ કેતનભાઇ ધુલેશીયા, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેક્ટર બીપીનભાઇ બેરા, રશ્મીબેન બેરા, કોર કમીટીના દિનેશભાઇ વિરમગામા, રવિભાઇ ચાંગેલા, જસદણ સિરામીકના પ્રજ્ઞેશભાઇ સુરાણી, હાર્મની ગ્રુપના વિનુભાઇ આસોદરીયા, ભરતભાઇ ખાચર, હરસુખભાઇ ઠુમ્મર, અલ્ટોસા ગ્રુપના જીતુભાઇ ઉકાણી, હસમુખભાઇ ઉકાણી, બટરફ્લાય ગ્રુપના કિશોરભાઇ ખાંટ, શોભનાબેન ખાંટ, નંદ ગ્રુપના અશ્વિનભાઇ ભુવા, પીયુષભાઇ સીતાપરા, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ પાચાણી, કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, પીજીવીસીએલના આર.એમ.માકડીયા સહિતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ પ્રાચીન પરંપરાને ધબકતી રાખવા માટે જગતજનની મા ઉમિયાના પૂજન-અર્ચન-આરતી માટે ગ્રાઉન્ડમાં મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના દરરોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે. તેમજ માતાજીની આરતી બાદ જ રાસોત્સવની શરૂઆત કરવામાં આવે છે. સાધના અને સિદ્ધિની મહાપર્વમાં ઉમિયાની ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમમાં ઉમિયાના નવ સ્વરૂપની પૂજા થાય છે. ક્લબ યુવીના ગ્રાઉન્ડમાં માતાજીના ભવ્ય મંદિરમાં અદભુત શણગારથી શોભતા મા ઉમિયાના જાજરમાન દર્શનનો લાભ લઇ ખેલૈયાઓ, દર્શકો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ સહિતના માના ચરણમાં શિશ ઝુકાવે છે.
કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે બીજા નોરતે વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કુલેત્રા હીર, ભલગામા જેનીશા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ઘરસંડીયા યુગ, ઘેટીયા શ્યામ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે વાછાણી ભક્તિ, કણસાગરા ધ્રુતી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે મોલીયા હીત, બેરા નીહાર, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે મેંદપરા જીલ, શેખાત તેજસ્વી, કાલરીયા ક્રિશા, વેલ ડ્રેસ પ્રિન્સ હીરાણી માલવીન, ભુત મીત, મણવર મિતાંશુ, પ્રિન્સેસ તરીકે કણસાગરા હેત્વી, મોડીયા રીતુ, પટેલ હીર, પ્રિન્સ તરીકે વાછાણી શિવાંગ, સરાનીણા યાજ્ઞિક, હિંગરાજીયા સાહીલ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના એડવાઇઝરી ડાયરેકટર્સ બાન પરીવારના મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન કલાસીક ગ્રુપના સ્મિતભાઇ તથા ડીમ્પલબેન કનેરીયા, ઘનશ્યામભાઇ તથા મીરાબેન મારડીયા, સીતેષભાઇ તથા સ્મિતાબેન ત્રાંબડીયા, કો-ઓર્ડીનેટર ડાયરેક્ટર કાંતીભાઇ તથા મધુબેન ઘેટીયા, આઇકોન ગ્રુપના ભાવેશભાઇ તથા જીજ્ઞાબેન ફળદુ, શ્યામલ ગ્રુપના અમીતભાઇ તથા અવનીબેન ત્રાંબડીયા, શૈલેષભાઇ તથા રીનાબેન ત્રાંબડીયા, અશ્વિનભાઇ તથા રેખાબેન સેરઠીયા, અનીલભાઇ તથા પારૂલભાઇ લાલકીયા, યુ.એસ.એ. થી પધારેલા દિપકભાઇ તથા કોમલબેન ગોવાણી, હિરેનભાઇ તથા હિનાબેન વડાલીયા, સ્વસ્તીક હાઇટના શૈલેષભાઇ તથા જુલીબેન, જીઇબીના મુકેશભાઇ માકડીયા, ભરતભાઇ મારવાણીયા, કાંતીભાઇ કાનાણી સહિતના મહેમાનોએ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કલબ યુવીમાં જજ તરીકે કૈલીબેન વ્યાસ, નીપાબેન દાવડા, રિદ્ધિબેન ચૌહાણ, નીમીષાબેન રાવલ, દિનેશભાઇ પરવાની, પાર્થ રાવલ સેવા આપી રહ્યા છે.
કલબ યુવી ફેસબુક પેજ જેવા લાઇવ પ્રસારણ માધ્યમો દ્વારા દેશ વિદેશમાં રહેતા પાટીદાર પરિવારો મોટી સંખ્યામાં આ નવરાત્રી મહોત્સવનો લ્હાવો લઇ રહ્યા છે. ક્લબ યુવી નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓમાં ભાઇઓ કરતા બહેનોની સંખ્યા મોટા પ્રમાણમાં રહે છે.