ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન માર્કેટમાં, સ્પાઇસજેટ લિમિટેડ વિલંબના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ઉૠઈઅ) અનુસાર, મે મહિનામાં દેશના 4 સૌથી મોટા એરપોર્ટ્સ (મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ) પરથી સ્પાઈસ જેટની 61% ફ્લાઈટ્સ સમયસર રવાના થઈ હતી. એટલે કે મે મહિનામાં સ્પાઈસ જેટની 39% ફ્લાઈટ્સ એવી હતી કે પ્રવાસી મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા ન હતા. અને એપ્રિલ મહિનામાં સ્પાઈસ જેટની 70% ફ્લાઈટ્સ સમયસર રવાના થઈ હતી. તેનો અર્થ એ કે તે મહિને 30% ફ્લાઇટ્સ મોડી પડી હતી. તે મુજબ મે મહિનામાં સ્પાઈસ જેટની વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. સ્પાઇસજેટ દરરોજ 250થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તે જ સમયે, એક મહિના પહેલાની તુલનામાં મે મહિનામાં ઘરેલુ મુસાફરોનો ટ્રાફિક 15% વધીને 1.32 કરોડ થયો છે.
દેશની બીજી સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયા પણ સમયની પાબંદીના મામલામાં 2જીથી 5મા ક્રમે સરકી ગઈ છે. એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ લગભગ બમણી મોડી પડી છે. એર ઈન્ડિયાની 82.5% ફ્લાઈટ્સ સમયસર હતી. ફ્લાઇટમાં વિલંબ ભારતના સ્પર્ધાત્મક ઉડ્ડયન બજારમાં મહામારી પછીની તેજીના પડકારોને પ્રતિબિંબિત કરે છે. મે અને જૂનમાં શાળાની રજાઓ દરમિયાન મુસાફરીમાં વધારો થાય છે અને એરલાઇન્સ ગતિ જાળવી રાખવા માટે સંઘર્ષ કરે છે. તે જ સમયે, ગો એરલાઇન્સની નાદારીના કારણે, અન્ય એરલાઇન ઓપરેટરો પર વધુ બોજ આવી ગયો છે. પુણેથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 10 કલાક મોડી પડી હતી.
- Advertisement -
દરમિયાન, બેંગલુરુમાં એક શાળા શિક્ષક, એર એશિયા ઇન્ડિયાની ફ્લાઇટ મોડી થતાં તેના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યા ન હતા. એકંદરે સ્થિતિ આવી છે, ફ્લાઈટ્સ સતત મોડી થઈ રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ કરી રહ્યા છે.એરલાઈન્સે મેના અંતમાં બે ડઝનથી વધુ એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યાં હતાં અને તેનો માર્કેટ શેર વર્ષની શરૂઆતમાં 7.3%થી ઘટીને 5.8% થઈ ગયો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે સ્પાઈસજેટ એરલાઈન્સ સમયની પાબંદી સહિત તમામ પાસાઓમાં સુધારો કરવા સખત મહેનત કરી રહી છે.