ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ડે.મેયર ગિરીશભાઈ કોટેચાના ઘર આંગણે લવકુશ ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી જેમાં નવમા નોરતે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા, ડીવાયએસપી હિતેશ ધાધલીયા, એસઓજી એ.એમ.ગોહિલ સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય સંજય કોરડીયા સહીતન આગેવાનો નવરાત્રી મહોત્સવ હાજરી આપી હતી આતકે એસપી સહીત અધિકારીઓનું ડે.મેયર ગિરીશ ભાઈ કોટેચા દ્વારા પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લવકુશ ગ્રુપના સંચાલક વિજયભાઈ ખખર દ્વારા એસપીનું અભિવાદન કરેલ તેમજ નવરાત્રી પર્વમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ પરિવાર દ્વારા નોરતામાં જે રીતે વ્યવસ્થા જાળવી તેમાટે એસપીનો આભાર આભાર વ્યક્ત કરેલ.
જૂનાગઢ ડે.મેયરના ઘર આંગણે નવરાત્રિ મહોત્સવમાં SPનું સન્માન કરાયું
