સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે. મળતા અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે. મળતા અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ બાદ ડોક્ટરોએ તેમને આવનાર કેટલાક દિવસો સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે પણ આ સાથે રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતાની તબિયત હાલ સારી છે.

જણાવી દઈએ કે કમલ હાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી અને હાલ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને આજે હોસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે.

કમલ હાસન હાલમાં બિગ બોસ તમિલ સીઝન 6 હોસ્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અભિનેતા છેલ્લી છ સીઝનથી શોનું એન્કરિંગ કરી રહ્યા છે અને લોકોને એમની એંકરીંગ ખૂબ પસંદ આવી રહી છે.

વિક્રમ ગોખલે હેલ્થ અપડેટ
તે જ સમયે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના પરિવારે તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે. વિક્રમ ગોખલે હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ છે. જો કે 82 વર્ષીય અભિનેતાને થોડા દિવસો પહેલા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું, ‘તેમની હાલત હજુ પણ ગંભીર છે અને તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમનું નિધન થયું નથી. તેમના માટે પ્રાર્થના કરતા રહો.