કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસર નજીક 2 હેલિપેડ બનીને તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને આવતા ભક્તો માટે એક પછી એક હાઇટેક સુવિધા મંદિરના સંતો કરવામાં આવી રહી છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામમાં પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરાશે. આ માટે મંદિર પરિસરથી થોડેક દૂર બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદ-સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ અંગે મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી શેર કરી હતી. મહત્ત્વનું છે કે, ગુજરાતના કોઈપણ યાત્રાધામે જવા માટે અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.
જેમાં લોકો અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સારંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તલગાજરડા હેલિકોપ્ટરમાં જઈ શકશે. જેમાં અમદાવાદથી સાળંગપુરની 6 સીટવાળા ઇયહહ 407 હેલિકોપ્ટરમાં ટિકિટ 1 લાખ 85 હજાર છે અને 5 સીટવાળા ઇયહહ 505 હેલિકોપ્ટરમાં ટિકિટ 1 લાખ 50 હજાર છે. આ હેલિકોપ્ટર રાઈડની ટિકિટ એરોટ્રાન્સની વેબ સાઈટ પરથી ઓનલાઈન બૂક કરાવી શકશે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, ‘આગામી લોકસભાની ચૂંટણી પછી થોડાક જ દિવસમાં અમદાવાદ-સાળંગપુરની ડેઈલી હેલિકોપ્ટરની રાઇડ શરૂ કરવામાં આવશે. આ માટે અત્યારે બની રહેલાં ગુજરાતના સૌથી મોટા 1 હજારથી વધુ રૂમવાળા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નજીક બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે.’
હેલિકોપ્ટર માત્ર 45 મિનિટમાં અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર પહોંચશે
કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદ-સાળંગપુર ડેઇલી હેલિકોપ્ટર રાઇડ માટે સંતો દ્વારા નક્કી કરાયેલા ચોપરમાં એકસાથે 5 ભક્તો બેસી શકશે. અમદાવાદના કાંકરિયાથી મંદિર દ્વારા નક્કી કરાયેલાં સમય મુજબ હેલિકોપ્ટર ટેકોઓફ કરશે. અમદાવાદથી સાળંગપુર આવતાં માત્ર 45 મિનિટ જેટલો જ સમય લાગશે. આ હેલિકોપ્ટરની ટુ વે રાઈડની રહેશે. આ રાઇડ માટે ભક્તો ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. ’