ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
વેરાવળમાં ગઈ કાલે તા.13 નાં રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પરિસરમાં અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 02 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી મૃતકોની સદ્ગતિ માટે સોમનાથ મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ



