રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી સાથે ખાસ-ખબરની મુલાકાત
જામનગરની એમ.પી.શાહ કોલેજમાં MBBS બાદ GPSC પાસ કરીને ટ્યૂટર બન્યા: ત્યારબાદ આસિસ્ટન્ટ, એસોસિયેટ પ્રોફેસર અને HOD બન્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌથી મોટું તત્વ તમારૂં પોતાનું કર્મ છે. જેવું કર્મ કરો તેવું ભોગવવાનું જ રહે છે. આ શબ્દ છે રાજકોટની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્ર્યામ ત્રિવેદીના. ખાસ-ખબર સાથે મુલાકાત દરમિયાન તેઓએ આ જણાવ્યું હતું. ડૉ.આર.એસ.ત્રિવેદીએ ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના વિચારો અને અંગત જીવન વિશેની વાતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, જીવનમાં આધ્યાત્મિકતા હોવું જરૂૂરી છે. રામચરીત માનસમાં દરેક સમસ્યાનું સમાધાન છે તેથી લોકોએ તેને અનુસરવું જોઈએ. તેઓ મોરારિબાપુમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે. અને શ્રીમદ ભગવદગીતાની ફિલોસોફીને અનુસરે છે. અનુસંધાન પાના નં. 6
વર્લ્ડ ક્લાસની કેથલેબ અને ગુજરાતની એક માત્ર સ્કીન બેન્ક રાજકોટમાં
ડો.ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ લેવલની સુવિધા અહીં અપાય છે જેમાં કેથલેબનો સમાવેશ થાય છે. જે અન્ય શહેરોના સિવિલ હોસ્પિટલમાં ક્યાંય નથી. જ્યારે ગુજરાતની એક માત્ર સ્કીન બેન્ક માત્ર રાજકોટમાં છે. આ બેન્કમાં સ્કીનને 6 વર્ષ સુધી સાચવી શકાય છે. દાઝેલા હોય કે, અકસ્માતમાં ચામડી ગુમાવેલા દર્દીઓને સ્કીન લગાવવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અનેક સુધારા થયા
- Advertisement -
ઝનાના વિભાગનું ડિસેમ્બરમાં સંભવિત ઉદ્ધાટન, સૌથી વધુ નોર્મલ ડિલીવરી રાજકોટ સિવિલમાં થાય છે
ગુજરાતમાં ફક્ત રાજકોટમાં જ કેથલેબ અને સ્કીન બેન્ક રાજકોટમાં, ડૉ.આર.એસ.ત્રિવેદીના અથાગ પ્રયત્નોથી શક્ય બન્યું
ડો.આર.એસ.ત્રિવેદીના અંગત જીવનની વાત કરીએ તો મૂળ તેઓ જામનગરના છે. તેમના પિતા રામવલ્લી ત્રિવેદી આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ જામનગરમાં જ લીધું ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી ધો.11-12 સાયન્સ (બાયોલોજી)માં શિક્ષણ લીધું. ત્યારપછી એમ.પી.શાહ કોલેજમાંથી ખઇઇજ કર્યું. બાદમાં એમ.ડી. કર્યું. વર્ષ 2001માં જીપીએસસી પાસ કરી ટ્યુટર તરીકે એમ.પી.શાહ કોલેજમાં જોડાયા. વર્ષ 2003થી 2005 સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર, 2005થી 2010 સુધી એસોસિયેટ પ્રોફેસર રહ્યા. વર્ષ 2010થી 2013 સુધી એસોસિયેટ પ્રોફેસર અને એચઓડી થયા ત્યારબાદમાં રાજકોટમાં પ્રમોશન થયું. પીડીયુ હોસ્પિટલમાં પ્રોફેસર અને એચઓડી તરીકે ચાર્જ સંભાળ્યો. વર્ષ 2020માં એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રહ્યા. તા.03-04-2021ના રોજ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો. આ અઢી વર્ષ દરમિયાન સિવિલ હોસ્પિટલની સુવિધામાં અનેકગણો વધારો થયો. દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ડો.આર.એસ. ત્રિવેદીએ અનેક સુધારા કર્યા.
દર મહિને PMJAY યોજના હેઠળ 1.5 કરોડનો સિવિલને ફાયદો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર મહિને આયુષ્માન હેઠળ હજ્જારો દર્દીઓ લાભ લે છે જે અંતર્ગત સરકાર તરફથી સિવિલને દર મહિને 1.5 કરોડનો ફાયદો થાય છે જે રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે અને ત્યાંથી હોસ્પિટલના વિકાસ માટે ફાળવવામાં આવે છે.
સૌથી વધુ નોર્મલ ડીલીવરી અહીં થાય છે
કેન્દ્ર સરકારે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની નોંધ લીધી છે કે, સૌથી વધુ નોર્મલ ડીલીવરી અહીં થાય છે. ટૂંક સમયમાં તેનું પ્રાઈઝ પણ અપાશે. જ્યારે અહીં 6 વર્ષથી નીચેના બાળકોને ટેક્નોલોજીના સહારે શ્રવણશક્તિ આપતી આધુનિક કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા સર્જરી કરવામાં આવે છે.
PDUની OPD અમદાવાદ જેવી
રાધેશ્યામ ત્રિવેદીએ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ઓપીડીની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. હાલ હોસ્પિટલની ઓપીડી અમદાવાદ જેવી છે. જ્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ હોવાથી અહીં દર્દીઓનો ઘસારો વધુ રહે છે. હાલ સિવિલ હોસ્પિટલમા 30 વિભાગ કાર્યરત છે.