ખાસ-ખબર સંવાદદાતા
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. સિદ્ધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ. સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામા પછી સિદ્ધુએ કહ્યું કે, પંજાબના ભવિષ્ય સાથે સમજૂતી ના કરી શકું.



