પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. ત્યારે સિદ્ધુ આજે પટિયાલાની કોર્ટમાં પોતાની જાતને સરેન્ડર કરવાના હતાં. પરંતુ તેઓએ સ્વાસ્થ્યનું કારણ આપીને સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર કરવા સમય માંગ્યો છે. અત્રે નોંધનીય છે કે, પટિયાલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરિન્દર પાલ લાલીએ પાર્ટી સમર્થકોને એક મેસેજમાં કહ્યું હતું કે, સિદ્ધુ સવારે કોર્ટ પહોંચશે. તેમણે પક્ષના સમર્થકોને પણ કોર્ટ પરિસરમાં પહોંચવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુની પત્ની નવજોત કૌર પણ ગુરુવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે અમૃતસરથી પટિયાલા પહોંચી હતી.
34 વર્ષ જુના કેસમાં 1 વર્ષની સજા
- Advertisement -
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. આજે તેઓ પટિયાલાની સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કરશે. કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુને આપવામાં આવેલી Y+ સુરક્ષા પણ પરત લઇ લેવાશે.
પટિયાલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરિન્દર પાલ લાલીએ પાર્ટી સમર્થકોને એક મેસેજમાં કહ્યું કે, સિદ્ધુ સવારે કોર્ટ પહોંચશે. તેમણે પક્ષના સમર્થકોને પણ કોર્ટ પરિસરમાં પહોંચવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુની પત્ની નવજોત કૌર પણ ગુરુવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે અમૃતસરથી પટિયાલા પહોંચી હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, “હું કાયદાનું સન્માન કરીશ”. તમને જણાવી દઇએ કે, 34 વર્ષ પહેલાં 1988ની એક ઘટનામાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તે સમયે સિદ્ધુની ઉંમર લગભગ 25 વર્ષની હતી.
- Advertisement -
જાણો શું હતી સમગ્ર ઘટના?
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતાં. આ જગ્યા તેઓના ઘરથી માત્ર 1.5 કિમી જ દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. એ વખતે એ જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેઓની દલીલ થઈ હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જો કે, એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુરુનામ સિંહનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું. એ સમયે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસ ફગાવ્યો. બાદમાં 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. એ દરમિયાન સિદ્ધુ રાજકારણમાં આવ્યા અને ડિસેમ્બર 2006માં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો.