By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    17 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    17 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    17 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    17 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    17 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂપ: રિવેન્જ ઓફ આર્ટિસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ચૂપ: રિવેન્જ ઓફ આર્ટિસ્ટ
AuthorHemadri Acharya Dave

ચૂપ: રિવેન્જ ઓફ આર્ટિસ્ટ

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 2:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

પોલીસ ઓફિસર તરીકે સન્ની દેઓલ ઠીક ઠીક રહ્યા છે, તેની ફ્લેટ ડાયલોગ ડિલિવરી સુપરકોપ જેવો ખૌફ ઉભી નથી કરી શકી, કલાઈમેક્સમાં તેની પાસેથી વધુ સારું કામ લઈ શકાયું હોત! પૂજા ભટ્ટ ઓવરએકિ્ંટગ, નીલા મેનનની અંધ માનું પાત્ર સસ્પેન્સ ફિલ્મની ઘેરી અસર ઉભું કરે એવું રહસ્યમય અને અસરકારક રહ્યું

મર્ડરમિસ્ટ્રી… સસ્પેન્સ સ્ટોરી જેમાં સસ્પેન્સ જેવું કશું નથી, છતાં જોવી ગમશે

- Advertisement -

ચૂપ; રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ;’ સાઇકોલોજીકલ એસ્પેક્ટ વાળી સસ્પેન્સ થ્રિલર છે જેમાં એક સીરીયલ કિલર એક પછી એક, ફિલ્મ સમીક્ષકોની, તેમણે લખેલાં રિવ્યુની ભાષામાં ઉપયોગ કરેલા શબ્દો પ્રમાણેની પેટર્ન અપનાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરે છે. ફિલ્મ ટાઇટલ જ કહે છે કે અહીં બદલો લેવાની વાત છે. કયા આર્ટિસ્ટનો બદલો? અને કઈ વાતનો બદલો? કોઈ આવું કેમ કરી રહ્યું છે. સારા કે ખરાબ, બન્ને પ્રકારના રિવ્યુ લખનારની હત્યાનું કારણ શું છે? સિરિયલ કિલરને પકડવામાં પોલીસ સફળ થાય છે કે નહીં? બધાં પ્રશ્નોનાં જવાબ માટે ફિલ્મ જોવી રહી…
કથા આર. બાલ્કી તેમજ પટકથા રાજા સેન અને ઋષિ વિરમાનીની છે. મર્ડર મિસ્ટ્રી, ક્રૂરતા, થ્રિલર- રોમાંસના મસલાથી ભરપૂર આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, નવી રિલીઝ થયેલી ફિલ્મના રિવ્યુ લખનાર, ઍક પછી ઍક સમીક્ષકની હત્યાઓ થઈ રહી છે. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર અરવિંદ માથુર(સન્ની દેઓલ)ને સોપાઇ છે જે આ બધા કેસ ઉકેલવામાં તેની મિત્ર અને ગુનેગારોની સાઈકલોજી પર રિસર્ચ કરનાર ક્રિમિનલ સાયકોલોજીસ્ટ ઝેનોબિયા (પૂજા ભટ્ટ)ની મદદ લે છે. આ ઉપરાંત એન્ટરટેઇન્મેન્ટ રિપોર્ટર નીલા મેનન (શ્રેયા ધન્વંતરી)પણ અરવિંદ માથુરને સિરિયલ કિલર સુધી પહોંચચવામાં મદદ કરે છે. આ ઘટનાઓની સમાંતરે બાંદ્રામાં ફ્લાવર શોપ ચલાવતા યુવાન ડેની(દુલકર સલમાન) અને એન્ટરટેઇન્મેન્ટ રિપોર્ટર નીલા મેનન વચ્ચે પ્રેમ પ્રકરણ આકાર લઈ રહ્યું છે.

ચીનીકમ’, પા’ અને’ પેડમેન’ જેવી આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મ આપનાર આર. બાલ્કી આ વખતે પણ હટકે’ વિષયવસ્તુ સાથે આવ્યા છે. હિન્દી ફિલ્મનાં ઈતિહાસમાં પહેલીવાર ફિલ્મ વિવેચકની વાતને વાર્તાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. એ પણ સાઇકોકિલર સાથે બ્લેન્ડ કરીને! અલબત્ત, વાર્તાકાર આર. બાલ્કી. અહીં, તેની બીજી ફિલ્મો જેવો જાદુ ઉભો નથી કરી શક્યા. આ સસ્પેન્સ ફિલ્મમાં સસ્પેન્સ જેવું કશું જ નથી. ફિલ્મના પહેલા સીનમાં એક વિવેચકની હત્યા થાય છે અને ચોથા સીનમાં તો એવાં પાત્રની એન્ટ્રી પણ થઈ જાય કે જેને જોઈને દર્શકો આસાનીથી અંદાજ લગાવી શકે કે હત્યા કરનાર શખ્સ આ જ હોવો જોઈએ! અનુસંધાન પાના નં. 7

બીજી, સસ્પેન્સ ફિલ્મમાં, દર્શકો ધારે કશુંક અને નીકળે બીજું જ કશુંક, દર્શકોને ચમકાવી દે, રહસ્યનો એવો ઘેરો રંગ ઘૂંટવામાં વાર્તા તદ્દન નિષ્ફળ જાય છે. ત્રીજું, કથાનક ગળે ઉતરે એવું વાસ્તવિક નથી કે, ફિલ્મના સમીક્ષક કે સમીક્ષાને કોઈ એટલું બધું મહત્વ આપે કે તેને માટે હત્યાઓની શૃંખલા સર્જી નાંખે! છતાં સ્ટોરીટેલિંગ એટલું મજબૂત છે કે સસ્પેન્સનાં સ્પોઇલર સાથે પણ દર્શકોને જકડી રાખે છે. ફર્સ્ટ હાફ ઈન્ટ્રસ્ટિંગ છે, અને ખરેખર તો પિકચર ત્યાં જ પૂરું થઈ જાય છે. કારણ ઈન્ટરવલ સુધીમાં ફિલ્મની આખી વાર્તાનો અંદાજ આવી જાય છે. સેક્ધડ હાફ તાણીતુંસીને પૂરો કર્યો છે, કલાઈમેક્સ જોનારની અપેક્ષા કે ધારવા મુજબનો જ છે, રસાકસી ભર્યો નથી. અલબત્ત, આ ફિલ્મની એ એન્ટરટેઇન્મેન્ટ વેલ્યુ તો છે જ કે જોનારનો રસ અકબંધ રહે છે, કંટાળો નથી આવતો ફિલ્મના ડાયલોગ્સ ક્યાંક અસરકારક તો ક્યાંક સાવ સામાન્ય સ્તરના છે. વળી, આ ફિલ્મના કથાનકની યુનિક વાત એ છે કે વાર્તાની સમાંતર ગુરુદત્તના જીવન અને ફિલ્મના સંદર્ભો વારંવાર દર્શાવવામાં આવે છે. મૂળ વાર્તાની પૃષ્ઠભૂમિમાં ગુરુદત્તની કલ્ટ ફિલ્મ કાગઝ કે ફૂલની શરૂઆતથી અંત સુધીની વિવિધ છાયા રજૂ થઈ છે.કાગઝ કે ફૂલ’ જેવી ક્લાસિક ફિલ્મને સમીક્ષકોએ તે સમયે એકમતે ઝાટકણી કાઢી, નબળી ઘોષિત કરી હતી એ બાબત અને કાગઝ કે ફૂલ’ પછીની ગુરુદતની હતાશ મનોદશા, આ બન્ને ક્યાંક આ ફિલ્મની કથાની દિશા નક્કી કરવામાં મહત્વનું પરિબળ બની છે, પણ અહીં દર્શાવાયું તેમ, કાગઝ કે ફૂલ પછી ગુરુદતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તિલાંજલિ આપી દીધી નહોતી. આજની યુવાપેઢીમાં પણ કોઈ કોઈ એવાં છે જે ગુરુદતની અભિનય ક્ષમતા પર આફરીન છે એટલુ જ નહીં, સાઈઠ વર્ષ પહેલાં તેણે અનુભવેલી તેની પીડાનો અહેસાસ આજે પણ એના કોઈક યુવા ચાહકને છે, એ વાત જ મજાની છે. ગુરુદતને અપાયેલી આ અદભુત અંજલી છે!
એક્ટિંગ : પિક્ચરનું સૌથી મજબૂત જમાપાસુ દુલકર સલમાનની મજેદાર એક્ટિંગ છે. એનાં પાત્ર ડેનીના ,એકબીજાને કોન્ટ્રાડીકટ બ્લેક, ગ્રે અને વ્હાઇટ..બધા શેડ એક સાથે ઉપસાવવામાં તે મેદાન મારી જાય છે. મનથી પરેશાન, ભેદી હિલચાલ અને ભોળું વ્યક્તિત્વ… આફરીન! મલયાલમ ફિલ્મના લેજન્ડરી અભિનેતા મુમુટ્ટીનાં આ દીકરાએ ઘણી મલયાલમ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મમાં કર્યું છે અને અનેક એવોર્ડ્સ અને નેશનલ એવોર્ડ વિનર, સલમાન સીતારામમ’માં હમણાં જ એની પ્રતિભા બતાવી ચુક્યો છે. જે અહીં પણ શ્રેષ્ઠ સાબિત થાય છે. શ્રેયા ધન્વંતરી ડેનીની પ્રેમિકા તરીકે અદભુત! તેની વેબ સીરીઝો જેવો જ પરિપક્વ અભિનય અહીં પણ કરી જાય છે. સ્કેમ 92ની સુચેતા દલાલ અહીં પણ ફિલ્મી પત્રકારના રોલમાં એક્દમ ફિટ! ’સલમાન- શ્રેયાની કેમેસ્ટ્રી ગજ્જબ! બન્ને પર ફિલ્માવવામાં આવેલા ગીતમાં બન્ને જાણે રેટ્રો એરાનાં જાજરમાન કલાકાર હોય તેવા અદભુત લાગે છે. પોલીસ ઓફિસર તરીકે સન્ની દેઓલ ઠીક ઠીક રહ્યા છે.તેની ફ્લેટ ડાયલોગ ડિલિવરી સુપરકોપ જેવો ખૌફ ઉભી નથી કરી શકી. કલાઈમેક્સમાં તેની પાસેથી વધુ સારું કામ લઈ શકાયું હોત! પૂજા ભટ્ટ ઓવરએકિ્ંટગ. નીલા મેનનની અંધ માનું પાત્ર સસ્પેન્સ ફિલ્મની ઘેરી અસર ઉભું કરે એવું રહસ્યમય અને અસરકારક રહ્યું.

- Advertisement -

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર : ફિલ્મમાં કાગઝ કે ફૂલ’ના ગીતો લેવામાં આવ્યા છે. જે-તે સિક્વન્સને અનુરૂપ આ ગીતો ખૂબ જ જચે છે.જાને ક્યા તુને કહી, યે દુનિયા અગર મિલ જાયે તો ક્યા હૈ.. વગેરે ગીતો દિગ્દર્શક દ્વારા ખૂબ જ રુહાનીયત ભરેલી, હૃદયસ્પર્શી શૈલીમાં ફિલ્માવવામાં આવ્યા છે. હીરો-હિરોઇન પહેલી જ વખત મળે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું, જાને ક્યા તુને કહી…’આ આખી સિક્વન્સ કલાત્મક પોટ્રેઇટ જેવી લાગે છે. જે બેકગ્રાઉન્ડ સ્કોર, એક્ટિંગ, સીનેમોટોગ્રાફી, ડિરેક્શન આ તમામની સહાયરી કમાલ છે, આવા માસ્ટરપીસ ફિલ્મમાં ઠેર ઠેર જોવા મળે છે. મ્યુઝિક અમિત ત્રિવેદી, ગીતકાર સ્વનંદ કિરકીરેના બે ગીત છે જે, ફિલ્મમાં સારા લાગે છે પણ તરત ભુલાઈ જાય એવા છે! આમ પણ, એસ.ડી. બર્મનના સંગીત સામે બીજું બધું ફિક્કું જ લાગે!

વિશાલ સિન્હાની સિનેમેટોગ્રાફી સુંદર છે. મુંબઈને વિવિધ એંગલથી ફ્રેમ કર્યું છે જે અદ્ભુત છે.અને પોતાના કેમેરા વડે બાંદ્રાના એક બંગલાના કમ્પાઉન્ડમાં ઉગેલા ટ્યૂલિપ્સ અને તેના ઉગાડનારની, દુનિયાથી નોખી રહસ્યમયી દુનિયાને આબેહુબ ઉભી કરી છે. ફિલ્મમાં સંવાદ વગર વાર્તાની અદભુત અસર ઉભી કરી શકાય એવી અનેક ફ્રેમસ આપી છે. નીલા મેનનનું ઘર જાણે ભેદભરમમાં વધારો કરતું હોય!

તદ્દન નવા વિષય સાથે બની હોવા છતાં અહીં ઘણુંબધું ખટકે એવું છે. સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોનું મુખ્ય આકર્ષણ તેનું સસ્પેન્સ છે.! પણ અહીં દિગ્દર્શક બાલ્કીએ રહસસ્ફોટ કરવામાં ઉતાવળ કરી છે. ફિલ્મી પોલીસ સિવાય બધાં શરૂઆતથી જ જાણે છે કે ગુનેગાર કોણ છે! વળી,ફિલ્મની સસ્પેન્સની સમાંતરે ચાલતી સ-રસ લવસ્ટોરીને અંતમાં સાવ લટકતી મૂકીને ફિંડલું વાળી દીધું છે. સરવાળે, આઉટ ઓફ ધ ટ્રેક, હટકે ફિલ્મોનું દિગ્દર્શન કરનાર આર બાલ્કીની આ કૃતિ ઘણી કાચી સાબિત થાય છે છતાં જોવી ગમે એવી તો છે જ ! જો આ ફિલ્મ બોક્સઓફિસ પર ટકી જશેતો સંપૂર્ણપણે ડુલકર સલમાનની એક્ટિંગ પર ટકી ગઈ એમ કહી શકાય.

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

TAGGED: chup, webseries
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજનો મોર્નિંગ મંત્ર
Next Article સ્વામિનારાયણના સાધુઓનો વાણીવિલાસ કરતો વધુ એક વિડીયો સામે આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?