સેવાના પ્રકલ્પરૂપે અનેક કાર્યો કરતા એવા પંચનાથ ટ્રસ્ટનું સેવાનું નવું એક ઉમેરાયેલું મોરપિચ્છ : પેરામેડિકલ સંસ્થાની શરૂઆત
શ્રી પંચનાથ હોસ્પિટલના અનુભવી ડૉક્ટરો અને ક્ધસલ્ટન્ટ દ્વારા માર્ગદર્શન
પેરામેડીકલ કોર્સનું જ્ઞાન/સર્ટીફીકેટ મેળવી હોસ્પિટલમાં/મેડીકલ ક્ષેત્રે ઉજ્જવલ કારકિર્દીની સુવર્ણ તક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટમાં પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક શિક્ષણ માટે સેવા યજ્ઞ શરૂ કરાયો છે જેમાં 1 જૂન થી ધોરણ 12 પાસ કર્યા પછી ના તેમ જ ગ્રેજયુએશન પછી થતા પેરામેડીકલ કોર્સ શરુ થશે. જેથી કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું પણ મેડીકલ ક્ષેત્રે કારકિર્દી આગળ વધારવાનું સ્વપ્ન પૂરું થઇ શકશે. આજના સમયમાં અભ્યાસ અને કારકિર્દી અંગે પ્રત્યેક વાલીઓ વધુ જાગૃત બન્યા છે ત્યારે શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે સંદર્ભે શ્રી પંચનાથ દાદાના આશીર્વાદથી તેમના પ્રાંગણ માં જ એટલે કે પંચનાથ મંદિરના કેમ્પસ માં જ નવું પેરામેડિકલ શિક્ષણ સંસ્થા શરૂ થવાનું છે! આવનારા દિવસોમાં રાજકોટ શહેરમાં એક નવી આશાનું કિરણ રૂપે શ્રી પંચનાથ પેરા મેડીકલ ટ્રસ્ટ નામની નવી પેરામેડિકલ શિક્ષણ સંસ્થા શરૂ થવા જઈ રહી છે. આ સંસ્થાનો હેતુ યુવા પેઢીને ઉચ્ચ ગુણવત્તાનું મેડીકલ શિક્ષણ આપીને આરોગ્ય ક્ષેત્રમાં નિપુણ બનાવવાનો છે.
સરકારી આંકડા મુજબ હાલમાં હેલ્થ કેર ક્ષેત્ર માં સર્ટીફાઇડ સ્ટાફની ખુબ જ માંગ છે. આજ ના સ્પર્ધાત્મક યુગમાં ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન બાદ રોજગાર લક્ષી પેરા મેડીકલ કોર્સ માં જોડાઈને કારકિર્દી ને નવી ઉંચાઈ અને સમાજ માં ઓળખ મળી શકે તે હેતુથી શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પેરા મેડીકલ કોર્સ શરુ કરવા જઈ રહ્યા છે.
- Advertisement -
અહી, પંચનાથ ટ્રસ્ટ દ્વારા લગભગ 33% જેટલા રાહત દરે પેરા મેડીકલ કોર્સ નું સંપૂર્ણ શિક્ષણ પ્રેક્ટીકલી આપવામાં આવશે અને જરૂરિયાતમંદ તેમ જ માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ પોતાનું ડોક્ટર થવાનું સ્વપ્ન ખુબ જ નજીવા દરે અભ્યાસ કરી પૂર્ણ કરી શકશે. શ્રી પંચનાથ ટ્રસ્ટની પોતાની જ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ છે જેમાં રોજબરોજ ખુબ જ મોટી સંખ્યામાં ગરીબ દર્દી ઓ નિદાન કરાવી રહ્યા છે તેમ જ તમામ પ્રકારની સારવાર લઇ રહ્યા છે. તો જે જે વિદ્યાર્થીઓએ અહી એડ્મીસન મેળવેલ હશે તે વિદ્યાર્થીઓ ને પણ મેડીકલ શિક્ષણ નો પ્રેક્ટીકલી અનુભવ મળી રહેશે અને લાઇવ સમજુતી નિહાળી તેઓ આસાનીથી અભ્યાસક્રમ ને સમજી શકશે.
તમામ કોર્સ અનુભવી ડોક્ટર શ્રી ની ટીમ દ્વારા થીયરી તેમ જ અતિ આધુનિક, મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માં અનુભવી ડોક્ટર્સ ની દેખરેખ હેઠળ 100% પ્રેક્ટીકલ કરાવામાં આવશે. આ સિવાય પંચનાથ ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ નજીવા દરે કાર્યરત હોવાથી ઉલ્લેખનીય બાબત છે કે કોર્સની જે ફી નક્કી કરેલ છે તે રકમ શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થી લગભગ 6 જ મહિનામાં મેડિકલ ક્ષેત્રે અન્ય કોઇ પણ જગ્યાએ નોકરી કરીને મેળવી શકશે.
પંચનાથ હોસ્પિટલ ના અનુભવી ડોક્ટર, પેથોલોજીસ્ટ અને મેડીકલ ઓફિસર દ્વારા આ પ્રત્યેક કોર્સનું શિક્ષણ આપી અભ્યાસક્રમ ચલાવવામાં આવશે તેમ જ આખું વર્ષ પ્રેક્ટીકલ નું જ્ઞાન આપવામાં આવશે. આ સિવાય અહી પંચનાથ ટ્રસ્ટ માં અનુભવી અને કાર્યરત એવા ડોકટરો માટે થતા મેડીકલ સેમીનાર અને કાર્યશાળા માં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવાનો મોકો વિનામૂલ્યે આપવામાં આવશે. તેમ જ તેમની શીખવાની પ્રક્રિયાને જીવંત બનાવી અને વિદ્યાર્થીઓને વૈશ્વિક જ્ઞાન સુધી પહોંચવા માટે સક્ષમ બનાવાવના તમા પ્રયત્નો સંચાલકો દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત અદ્યતન સાધનો અને આધુનિક મશીનરી તેમ જ અનેક મેડીકલ ઇન્સ્ત્રુમેન્તની તાલીમ આપતી કદાચ આ એક માત્ર સંસ્થા હશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની માન્યતા પ્રાપ્ત DMALT ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સ (BSC પાસ કર્યા પછી) કરાવવામાં આવશે. જે તમામ કોર્સ DSDC – નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, GRAMIN SHIKSHA – ભારત સરકાર માન્યતા પ્રાપ્ત કરેલ કોર્સ સર્ટીફકેટ તેમ જ UGC Approv ed. યુનિવર્સીટી દ્વારા તમામ કોર્સ કરાવવામાં આવશે.
શ્રી પંચનાથ પેરામેડિકલ ઇન્સ્ટીટ્યૂટનો ઉદ્દેશ્ય છે કે, વિદ્યાર્થીઓને અનેક ઉચ્ચ પ્રોફેશનલ સંદર્ભો અને રોજગારના મૌકાઓ પ્રદાન કરવાનો છે તેમ જ કેરિયરલક્ષી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો.જેથી કરીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જઈ પોતાની રોજગારી મેળવી મેડીકલ ક્ષેત્રે ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે અને રોજગારીની સાથોસાથ દર્દી નારાયણ ની સેવા કરી તેમના આશીર્વાદ મેળવી શકે.
અહી આધુનિક સુવિધાઓથી સજ્જ વર્ગો માં મેડીકલના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. જેમાં પ્રત્યેક જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે જેમ કે આધુનિક સાધનો અને ઉપકરણોથી સજ્જ એવી અદ્યતન લેબોરેટરી, ઈમરજન્સી, ઈંઈઞ, ઘઝ છે જ્યાં વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન મળી શકે. આ સિવાય બહારગામથી અભ્યાસ કરવા આવતા વિધ્યાર્થિઓ માટે અહીં નજીકમા જ હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામા આવશે. જેમા વિધ્યાર્થિઓને સવારનો નાસ્તો, 2 ટાઇમ જમવાનું અને રહેવાનું સહિત જરૂરી એવી તમામ સવલતો આપવામા આવશે.
અહીં આધુનિક સુવિધાઓનો લાભ ઉપરાંત પ્લેસમેન્ટ સહાય પણ વિદ્યાર્થી ઓને મળી રહેશે એટલે કે અભ્યાસ પૂર્ણ થયાના તરત જ કોઈ વિદ્યાર્થી રોજગારી મેળવી શકે. શ્રી પંચનાથ પેરામેડિકલ ઇનસ્ટીટ્યુટમાં અનુભવી અને નિષ્ણાંત એવા ડો. નિશાંત કુર્મી (B.H.M.S) ને પ્રિન્સિપલ તરીકે નીમવામાં આવેલ છે. જેઓ કોલેજમાં અભ્યાસને લગતી તમામ જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવશે, વિધ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે તેમ જ તેમના સૂચન થી વિધ્યાર્થીઓ જરૂરી પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવી શકશે અને મેડિકલ ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી બનાવશે. પેરામેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સંસ્થામાં જોડાવા માટે શ્રી પંચનાથ મંદિરની ઓફીસ ખાતે રૂબરૂ મળે તથા મો.97268 49778 પર સંપર્ક કરે.
– X-Ray ટેકનીશીયન – 1 વર્ષ – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષનો કોર્ષ
– GDA – જનરલ ડ્યુટી આસીસ્ટન્ટ (નર્સિંગ કોર્ષ — ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ)
-DMLT – BSC પાસ કર્યા પછી 1 વર્ષનો કોર્ષ
– OT ટેક્નીશીયન – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ નો કોર્ષ
– EMT – ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષનો કોર્ષ