દહીં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્યપ્રદ પણ છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને વિટામિન બી 12 સહિત તમામ જરૂરી પોષક તત્વો હોય છે. મોટાભાગનાં લોકો દહીંને ઠંડુ માને છે અને તેથી શિયાળામાં તેનું સેવન કરતાં નથી. પરંતુ ખરેખર શું આ સાચું છે ? શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહિં ?
આયુર્વેદ શું કહે છે
ડાયેટિશિયને જણાવ્યું હતું કે આયુર્વેદમાં દહીંની પ્રકૃતિને ગરમ ગણવામાં આવી છે. મતલબ કે દહીં તાસીરે ગરમ હોય છે અને શિયાળામાં તેને ખાવાથી ઘણો ફાયદો થઈ શકે છે. દહીં એ પ્રોબાયોટિક ખોરાક છે જે તંદુરસ્ત બેક્ટેરિયા પ્રદાન કરે છે અને આ સિવાય તે કેલ્શિયમ અને વિટામિન બી 12 નો પણ સારો સ્ત્રોત છે.
- Advertisement -
શું શિયાળામાં દહીં ખાઈ શકાય ?
દહીંમાં રહેલાં સારા બેક્ટેરિયા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ ઘટાડે છે. દહીંમાં રહેલાં સારાં બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.
દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને ઑસ્ટિયોપોરોસિસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. નિયમિતપણે દહીં ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે, જેનાથી હ્રદય રોગનું જોખમ ઓછું થાય છે.
વજનને નિયંત્રણમાં રાખે છે
દહીંમાં પ્રોટીન અને ઓછી કેલરી હોય છે જે વજન ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ છે. તે ભૂખને નિયંત્રિત કરે છે અને પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. દહીંમાં રહેલાં સારા બેક્ટેરિયા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે. દહીં તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ બને છે.
- Advertisement -
દહીં ખાવાની સાચી રીતો
તમે ગોળ અથવા મધ સાથે દહીં ખાઈ શકો છો, જે તેને ગરમ તાસીર આપે છે અને શરીરને એનર્જી પણ પૂરી પાડે છે.
રાયતા કે લસ્સીને બદલે ઘટ્ટ દહીંનું સેવન કરવું વધુ સારું છે.જેને આપણે ‘ઘોડવું’ કરી છીએ
ઠંડુ દહીં ખાવાનું ટાળો. દહીંને રૂમના તાપમાને લાવ્યાં પછી ખાઓ અથવા થોડું હૂંફાળું પણ ખાઈ શકાય. જે લોકોને અસ્થમા, સાઇનસ કે વારંવાર ગળાની સમસ્યા રહેતી હોય તેમણે શિયાળામાં દહીં ખાવાનું ટાળવું જોઈએ.