શિખર ધવન તેમના દીકરાને એક વર્ષથી મળ્યા નથી અને દીકરા માટે ખૂબ જ ઈમોશનલ નોટ લખી છે. શિખર ધવને જણાવ્યું કે, તેને છેલ્લા 3 મહિનાથી બ્લોક કર્યો છે.
ભારતીય ક્રિકેટર શિખર ધવન તેમના દીકરા જોરાવરના જન્મદિવસ પર ભાવુક થઈ ગયા છે. શિખર ધવન તેમના દીકરાને એક વર્ષથી મળ્યા નથી અને દીકરા માટે ખૂબ જ ઈમોશનલ નોટ લખી છે. શિખર ધવને જણાવ્યું કે, તેને છેલ્લા 3 મહિનાથી બ્લોક કર્યો છે. જેના કારણે બર્થ ડે પર તેના દીકરાનો પહેલો ફોટો શેર કરી રહ્યા છે.
- Advertisement -
થોડા સમય પહેલા શિખર ધવન અને તેમની પૂર્વ પત્ની આયશા તલાક લઈને અલગ થઈ ગયા હતા. ત્યારપછી તે તેમના દીકરાને મળી શક્યા નથી. શિખર ધવને આ નોટમાં લખ્યું છે કે, તે 1 વર્ષથી જોરાવરને મળ્યા નથી અને તેને જોયો પણ નથી.
View this post on Instagram- Advertisement -
શિખર ધવને જોરાવરને બર્થડે વિશ કરીને લખ્યું છે કે, ‘તને એક વર્ષથી મળી શક્યો નથી અને ત્રણ મહિનાથી મને બ્લોક કરી દીધો છે. જેથી બર્થ ડે વિશ કરવા માટે જૂનો ફોટો જ શેર કરું છું. મારા દીકરા, હેપ્પી બર્થ ડે. ભલે હું તને ડાયરેક્ટ મળી શકતો નથી, પણ ટેલીપથીથી હું તારી સાથે જોડાઉ છું. મને તારા પર ગર્વ છે. હું જાણું છું કે, તુ સારો છે અને ખૂબ જ સારી રીતે મોટો થઈ રહ્યો છે. પપ્પા તને બહુ જ યાદ કરે છે અને પ્રેમ કરે છે. તે હંમેશા પોઝિટીવ છે અને આપણે ક્યારે મળીશું, તેની રાહ જોઉ છું. શરારતી ભલે હોય પણ વિનાશકારી નહીં, વિનમ્ર, દયાળુ અને મજબૂત બન.’