ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના ચાપરડા સેનિક સ્કૂલ ખાતે પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં દશેરા પર્વ નિમિતે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આ પ્રંસગે સ્કૂલના વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેના જીવનમાં સ્વયંમ શિસ્ત તથા રાષ્ટ્રપ્રેમ ઉપર પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું તથા આ પ્રસંગે શ્રી મુક્તાનંદ બાપુએ વિદ્યાર્થીએ શોર્યવાન અને વધારે કલાકો સુધી રાષ્ટ્ર સેવા કરવાની નેમ સાથે આગળ વધવું જોઈએ આ શસ્ત્ર પૂજન અને વિદ્યાર્થી સાથેના સંવાદ કાર્યક્રમમાં શિક્ષક ગણ અને સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.