ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર દશેરાના પર્વ નિમિતે શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે માણાવદર પીએસઆઇ ચેતક બારોટ અને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રો પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં માણાવદર પોલીસ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન આ શસ્ત્રોની જાળવણી અને સફાઈ થાય તેના માટેનું પણ આયોજન કરવામાં આવે છે. પોલીસને નકારાત્મક ઉર્જા સામે લડવા માટે ઈશ્વરીય શક્તિ મળે તેવા આશયથી આજે પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પીએસઆઇ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.