શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન, કરીના કપૂર, સોહા અલી ખાન અને પૌત્ર તૈમૂરની સાથે જેસલમેરમાં પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. શર્મિલા ટાગોર પરિવારની સાથે જેસલમેરના બેસ્ટ અને સૌથી મોંઘા રિસોર્ટમાં રોકાયેલી હતી.

અભિનેત્રી શર્મિલા ટાગોરે પોતાના જન્મ દિવસની કરી ઉજવણી

આ રિસોર્ટના એક દિવસનુ ભાડુ આશરે 50 હજાર જણાવવામાં આવી રહ્યું છે. બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શર્મિલા ટાગોરે જેસલમેરના રેગિસ્તાાનમાં ધૂમધામપૂર્વક પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. 8 ડિસેમ્બરે પોતાનો જન્મ દિવસ મનાવવા માટે શર્મિલા ટાગોર આખા પરિવારની સાથે જેસલમેર પહોંચી હતી.

શર્મિલા ટાગોરે બર્થ-ડે ઉજવ્યો

અભિનેત્રી શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન, કરીના કપૂર, સોહા અલી ખાન અને પૌત્ર તૈમૂરની સાથે જેસલમેરમાં પોતાનો જન્મ દિવસ મનાવ્યો. તો લંગા માંગણિયારોએ લોકનૃત્ય કરીને શર્મિલા ટાગોરના બર્થ ડેને સ્પેશિયલ બનાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સૈફ અલી ખાન, કરીના અને સોહા અલી ખાન શર્મિલા ટાગોરને ખાસ ફીલ કરાવવા માંગતા હતા. તેથી તેમણે તેમના જન્મ દિવસ માટે જેસલમેર જેવી સુંદર જગ્યાને પસંદ કરી.

http://

શર્મિલા ટાગોરે કલાકારો સાથે પોતાનો જન્મ દિવસ મનાવ્યો

પટૌડી ફેમિલી ચાંધન સ્થિત એક ખાનગી રિસોર્ટમાં રોકાયેલી છે. શર્મીલા ટાગોરે જેસલમેરના લોક કલાકારોની સાથે રેતના ટીલા પર દિવસ વિતાવીને પોતાનો જન્મ દિવસ મનાવ્યો. લોક કલાકાર સાવન ખાન દબડી અને જલાલ ખાન ચાંધને પોતાની ટીમની સાથે રાજસ્થાની અને સૂફી ગીતોથી રેગિસ્તાનના માહોલને વધુ શાનદાર બનાવ્યો. સેફ અલી ખાને બધા કલાકારોના વખાણ કર્યા. સૈફ અલી ખાનની સાથે કરીના કપૂર, સોહા અલી ખાન અને તૈમૂરે પણ જેસલમેર પહોંચીને ખૂબ મસ્તી કરી.