જાનવર પેટ ભરને કે બાદ શિકાર નહીં કરતા ઔર ઈન્સાન ભૂખ હો ના હો, બટોરતા હી રહેતા હૈ
જબ કુછ નહીં થા, તબ જંગલ થા. જબ કુછ નહીં હોગા, તબ ભી જંગલ રહેગા
હમ ગરીબો કે લીએ ભી એક રિઝર્વ જંગલ દે દો, વરના જાનવર કી તરહ ગરીબ ભી જિંદા નહીં રહેંગે
શરૂઆત તો ઈન્સાનોને કી, પહેલે વો જંગલ મેં ઘૂસે, અબ જાનવર ઉસકે ઈલાકે મેં ઘૂસ રહે હૈ
આપ બાઘ (વાઘ, ટાઈગર) કા શિકાર કરને આયે હૈ પર મેં તો બાઘ કા શિકાર બનને આયા હું. વાદા કરે કે બાઘ મેરા કામ તમામ કર દે ઉસકે બાદ હી આપ ઉસકા શિકાર કરેંગે
આ તમામ સંવાદો પંકજ ત્રિપાઠીની ફિલ્મ શેરદિલ : ધ પીલીભીંત સાગા ના છે. આ ફિલ્મના સંવાદો (જો તમે સંવેદનશીલ અને વિચારશીલ હો તો) તમને અંદરથી લોહી-લુહાણ કરી દે છે. આ ફિલ્મ બેશક તમને ઉશ્કેરતી નથી પણ વિચાર કરવા અને અફસોસ કરવા માટે જરૂર પ્રેરે છે. નેટફલિક્સ પર મૂકાયેલી આ ફિલ્મ જોતાં – જોતાં તમને આમિર ખાને બનાવેલી પિપલી લાઈવ ફિલ્મ યાદ આવતી રહે છે પણ પીપલી-લાઈવ માં વધુ ફોક્સ તો મિડિયાની બે્રકિંગ ન્યુઝની ભૂખ પર હતું, જયારે શેરદિલ – ધ પીલીભીંત સાગા નું ફોક્સ જંગલ, પ્રકૃતિ, ગરીબી, શહેરીકરણ અને લાચારી છે.
નેપાળ બોર્ડર નજીક આવેલાં ઉતર પ્રદેશનો એક નાનકડો કસ્બો ટાઈગર રિર્ઝવ્ડ ફોરેસ્ટની લગોલગ આવેલો છે. જંગલના જાનવર આ કસ્બાના લોકોના ખેતર ખેદાનમેદાન કરી નાખે છે અને હિંસક વાઘના એક ડઝન ગ્રામજનો શિકાર પણ બની ચૂક્યાં છે… જંગલના જાનવર-પશુઓની કનડગત, દુકાળ, અતિવૃષ્ટિથી અવારનવાર પરેશાન કસ્બાનો મુખિયા (સરપંચ) ગંગારામ શહેરના સરકારી બાબુને ફરિયાદ કરવા આવે છે ત્યારે નોટિસ બોર્ડ પર સરકારી સુચના વાંચી જાય છે કે વાઘનો શિકાર બનનારને સરકાર તરફથી દશ લાખની મરણોત્તર સહાય આપવામાં આવશે. માતા, પત્ની અને બે બચ્ચાંના પિતા અને ગામના સરપંચ ગંગારામ વિચાર આવી જાય છે કે, પોતે સામે ચાલીને વાઘનો શિકાર બની જાય તો બદલામાં મળતાં દશ લાખ રૂપિયાથી પરિવાર અને ગામનું ભલું થઈ જાય…
… ગામ-પરિવારને પટાવી-સમજાવીને થોડાં દિવસના રોટી-કાંદા લઈને ગંગારામ જંગલમાં ઘૂસી જઈને વાઘની તલાશમાં લાગી જાય છે. શિકાર ખુદ શિકારીની તલાશમાં નીકળી પડે છે અને પછી જે કંઈ બને છે, એ શેરદિલ : ધ પીલીભીંત સાગા ની સ્થૂળ કહાણી છે પરંતુ તેનો ઈનર-કરંટ આંખ ઉઘાડનારો છે. ફિલ્મમાં ગંગારામ એક જગ્યાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, દેખીયે, જાનવર પેટ ભરને કે બાદ શિકાર નહીં કરતા ઔર ઈન્સાન ભૂખા હો ના હો, બસ, બટોરતા હી રહેતા હૈ
શેરદિલ એક ફિલ્મ નથી. સભ્ય સમાજને વિંઝાયેલો
- Advertisement -
તમાચો છે. વિકાસ થકી કરેલાં વિનાશ તેમજ પ્રગતિ ારા કરેલાં પતનની કાળી ચીસ છે, શેરદિલ : ધ પીલીભીંત સાગા.
આઘાતજનક વાત તો એ છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ર017 માં પીલીભીંત પ્રદેશમાં આ રીતે સહાયની રકમ મેળવવા માટે લોકો સામે ચાલીને ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ માં ઘૂસી ગયેલાં, એવા સમાચારો પરથી વેલનોન બંગાળી ડિરેકટર શ્રીજીત મુખરજીએ જ શેરદિલની વાતા લખીને ફિલ્મ બનાવી છે અને તેના વ્યંગમાં સત્ય કહી દેતાં સંવાદો (સુદિપ નિગમ, અતુલકુમાર રાય અને શ્રીજીત મુખરજી) આ ફિલ્મની અંગત રીતે ગમેલી હાઈલાઈટસ છે. નિર્દોષતા અને અજ્ઞાનને કારણે ગંગારામ અને તેની પત્ની લાજો વચ્ચેના સંવાદોમાંથી આપોઆપ હાસ્ય ફૂટે છે એટલે એવું માનવાની બિલકુલ જરૂર નથી કે આ ફિલ્મ આર્ટ ફિલ્મ જેવી ધીરગંભીર અથવા ડાર્ક મૂવી છે. હા, બેશક, એ ધીમી જરૂર લાગે છે. ગંગારામ સાથે શું થાય છે તેનું કુતૂહલ તમને સતત ધક્કો મારતું રહે છે, ફિલ્મ જોવા માટે.
શેરદિલ : ધ પીલીભીંત સાગા નિશંકપણે પંકજ ત્રિપાઠીની ફિલ્મ છે. પંકજ ત્રિપાઠીના ચહેરાની નિર્દોષતા અને નિડર લિડર બનવાની મમત આ ફિલ્મની એસેટ છે. ઈન્ટરવલ પછી જંગલમાં પ્રવેશતા શિકારી જીમ અહેમદ એટલે નિરજ કાબીની એન્ટ્રી સાથે ફિલ્મમાં નિ:શક ગતિ આવે છે. સયાની ગુપ્તા સહિતના અન્ય કલાકારો પાત્રોચિત છે પણ…
અંગત સલાહ છે કે, આ ફિલ્મ સહપરિવાર જોઈ લેવી જોઈએ કારણકે, આપણે ચૂકી ગયા છીએ. એ સંસ્કારની વાછટથી આ ફિલ્મ પલાળી શકે છે અને હા, અમે નથી કહ્યો તેમ, તમે પણ ફિલ્મનો અંત કોઈને કહેશો નહીં
- Advertisement -
રટસાસન ઉર્ફે દાનવ અને કટપૂતલી
નિયમિત વિદેશી ફિલ્મો, વેબસિરિઝ અથવા ક્રાઈમ પેટ્રોલ જેવા ટીવી શો જોવાની આદત હોય તો સિરિયલ કિલરના ઉલ્લેખ માત્રથી ઉબકાં આવવા લાગે, તે હદે તેનો અતિરેક થઈ ગયો છે. સૌથી મહત્વની વાત તો એ કે સિરિયલ (યા સાયકો) કિલરની વાતમાં નાવિન્યનો સદંતર અભાવ રહેતો હોવાથી એ બોરિંગ વધારે લાગે છે પણ…
ર018માં આવેલી તામિલ ફિલ્મ રટસાસન (દાનવ) ફિલ્મ સાયકો યા સિરિયલ કિલર વિષેની તમામ માન્યતાઓને કોરાણે મૂકીને સુપરહિટ સાબિત થયેલી. તેની સફળતાથી જ પ્રેરાઈને હિન્દીમાં અક્ષ્ાયકુમારને લઈને કટપૂતલી (જુનું નામ સિન્ડે્રલા) ફિલ્મ બની, જે ગઈકાલે જ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ગઈ છે. કટપૂતલી ફિલ્મની વાત જવા દો, પણ એ જેની ઓફિશ્યિલ રિમેક છે કે એ રટસાસન એક એવી થ્રિલર ફિલ્મ (એમેઝોન પ્રાઈમ પર જોઈ શકો છો) છે કે જે તમને સતત નેકસ્ટ લેવલ પર થ્રો કરતી રહે છે… સાયકોે કિલર પર ફિલ્મ લખવા માટે ઉંડા ઉતરી ગયેલો સ્ટ્રગલર રાઈટર પછીથી પોલીસ ઈન્સ્પેકટર બને છે અને તેની સામે સ્કૂલની ટીનએજ બચ્ચીઓની વિકૃતપણે કરાયેલી હત્યાના કેસ બનવા લાગે છે.
કોઈ સબુત કે સંકેત મળતાં નથી એટલે ઈન્સ્પેકટર વિજય સહિત તામિલનાડુ પોલીસ હવામાં બાખોડિયાં ભરતી રહે છે. ઈન્સ્પેકટર વિજયને અમુક સંદેશા મળવા લાગે છે પરંતુ જૂનિયરની વાત સિનિયરોને ગળે ઉતરતી નથી. રટસાસન ફિલ્મ આ સાયકો કિલરની મર્ડર મિસ્ટરીને કઈ રીતે ઉકેલે છે, તેની કથા છે. બે વખત તો પોલીસને લાગે છે કે તેમણે સાયકો-કિલરને પકડી પાડયો છે પણ… ફિલ્મ સરસ છે. થ્રિલર અને સસ્પેન્સના રસિયાં હો તો જોઈ લેજો. અક્ષ્ાયકુમારની કટપૂતલી પણ રટસાસન જેવી ટાઈટ અને ઈન્ટરેસ્ટીંગ બની છે કે કેમ઼ એ અમે ય તપાસવાના છીએ પણ એ વિષે લખવાના નથી. કમ્પેરિઝન તમે જ કરી લેજો કટપૂતલી જોઈને.