શ્રીલંકા સામેની મેચમાં શમીએ પાંચમી વિકેટ લેતા જ તે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો.
ICC વર્લ્ડ કપની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ભારતીય ટીમ માટે શાનદાર રહી હતી અને તેણે શ્રીલંકાની ટીમને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ખાસ હતી. આ મેચમાં તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
- Advertisement -
Most wickets for #TeamIndia in Men's ODI World Cups ✅
Joint-highest five-wicket hauls (3) in Men's ODI World Cups ✅
A milestone-filled evening for @MdShami11 👏👏#CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/mJwtbOEyTM
- Advertisement -
— BCCI (@BCCI) November 2, 2023
શ્રીલંકા સામેની મેચમાં મોહમ્મદ શમીએ તેની પાંચમી વિકેટ લેતા જ તે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. શમીએ તેની વર્લ્ડ કપ કારકિર્દીમાં 45 વિકેટ ઝડપી છે. હવે આ યાદીમાં ઝહીર ખાનનું નામ બીજા નંબર પર છે. જેણે વર્લ્ડ કપમાં 44 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથનું નામ છે, તેણે વર્લ્ડ કપમાં 44 વિકેટ પણ લીધી છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને છે. તેને અત્યાર સુધીમાં 33 વિકેટ પોતાના નામે કરી છે. અનિલ કુંબલેનું નામ પાંચમા નંબર પર છે. તેણે 31 વિકેટ લીધી છે.
મોહમ્મદ શમીએ શ્રીલંકા સામે તેનું શાનદાર બોલિંગ ફોર્મ ચાલુ રાખ્યું, તેણે આ મેચમાં 5 ઓવર ફેંકી. આમાં, તેણે 1 મેડન બોલિંગ કરતી વખતે 18 રન આપ્યા અને 5 વિકેટ લીધી. આ પાંચ વિકેટ સાથે, શમી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મિચેલ સ્ટાર્ક સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શમી અને સ્ટાર્કે પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 3-3 વખત આ સિદ્ધિ મેળવી છે.
Yet another match-winning spell and yet another Player of the Match award! 🏆
Congratulations, Mohd. Shami 🙌#TeamIndia register a mammoth 302-run win 👏👏 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/NJnX6EeP4h
— BCCI (@BCCI) November 2, 2023
શમી વિશ્વકપમાં ત્રણ વિકેટ લેનારો એકમાત્ર ભારતીય છે.કપિલ દેવ, રોબિન સિંહ, વેંકટેશ પ્રસાદ, આશિષ નેહરા અને યુવરાજ સિંહે એક-એક વખત પાંચ વિકેટ ઝડપી હતી. શમી આ વર્લ્ડ કપમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. શમી ઉપરાંત રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકનું નામ ઓવરઓલ લિસ્ટમાં સામેલ છે, જેમણે બે એવોર્ડ જીત્યા હતા.