શાહરૂખના જન્મદિવસની ઉજવણી બુધવારે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. હજારો ચાહકો એમના બંગલાની બહાર એકઠા થયા જે બાદ SRKએ બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ફેન્સની સાથે સેલેબ્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના કિંગ ખાનના જન્મદિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર મન્નતની બહાર અડધી રાત્રે ચાહકોની ભીડ એકઠી થઈ હતી અને ચાહકો તેમના સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા.
- Advertisement -
No PR can afford this and No Star can pull this. #ShahRukhKhan’s Stardom will be a dream for the biggest of the biggest. Mid-Night Crowd!!
This is SHAHDOM!!#HappyBirthdaySRK
- Advertisement -
— JUST A FAN. (@iamsrk_brk) November 1, 2023
અડધી રાત્રે મન્નતની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ
શાહરૂખ ખાન 58 વર્ષનો થઈ ગયો છે. 1965માં દિલ્હીમાં જન્મેલા શાહરૂખના જન્મદિવસની ઉજવણી બુધવારે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. મધરાત સુધીમાં હજારો ચાહકો તેના બંગલાની બહાર એકઠા થઈ ગયા હતા. ફેન્સનો પ્રેમ જોઈને શાહરૂખ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેણે પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો. હવે શાહરૂખ ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
Birthday traditions with his F̶a̶n̶d̶o̶m̶ KINGDOM 👑
🎥: Instant Bollywood | #HappyBirthdaySRK #ShahRukhKhan #SRKDay pic.twitter.com/n8ckAOxkTK
— KolkataKnightRiders (@KKRiders) November 1, 2023
શાહરૂખે બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો
આ અવસર પર શાહરૂખે પણ પોતાનો સિગ્નેચર પોઝ આપીને ચાહકોની ખુશી બમણી કરી હતી. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ, કેપ અને ગોગલ્સ પહેરેલો જોવા મળ્યો હતો. પુત્રી સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર તેના બાળપણના ફોટા શેર કરીને શાહરૂખને શુભેચ્છા પાઠવી હતી. ફોટો શેર કરીને લખ્યું- હું તને સૌથી વધુ પ્રેમ કરું છું.
It’s unbelievable that so many of u come & wish me late at night. I am but a mere actor. Nothing makes me happier, than, the fact that I can entertain u a bit. I live in a dream of your love. Thank u for allowing me to entertain you all. C u in the morning…on the screen & off it
— Shah Rukh Khan (@iamsrk) November 1, 2023
દિવાળી જેવો માહોલ સર્જાયો
શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તેના જન્મદિવસ પર વિવિધ શહેરોમાંથી ચાહકો તેને પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. કોઈ તેમના બંગલાની બહાર મિઠાઈ, કોઈ ગિફ્ટ અને કોઈ ટી-શર્ટ અને મોટા પોસ્ટર લઈને ઊભેલા જોવા મળ્યા. આટલું જ નહીં, અડધી રાત્રે શાહરૂખના ઘરની બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, જેનાથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
શાહરૂખે પણ ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો હતો. તેણે લખ્યું- આ અવિશ્વસનીય છે કે આટલા બધા લોકો મોડી રાત્રે મને શુભેચ્છા આપવા આવ્યા. હું માત્ર એક અભિનેતા છું. હું તમારું થોડું મનોરંજન કરી શકું એ હકીકત કરતાં મને કંઈ વધુ ખુશ કરતું નથી. હું તમારા સપનામાં જીવું છું. મને તમારું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર. હું તમને સવારે મળીશ.