અરજદારોના જુદાજુદા 8159 જેટલા પ્રશ્ર્નોનું હકારાત્મક નિરાકરણ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.5
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને વિવિધ 55 વિભાગની સેવાઓના સીધા લાભ એક જ સ્થળે મળી રહે તથા તેમની રજૂઆતોનો ત્વરિત ઉકેલ આવે તેવા હેતુસર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉના તાલુકાના કેસરિયા ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદા-જુદા 8159 જેટલા પ્રશ્ર્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સેવાસેતુ કાર્યક્રમમાં સાતબાર આઠ-અના 1748 પ્રમાણપત્રો, 920 રાશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી, 915 હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, 100 આધારકાર્ડમાં સુધારા, 83 આવકના દાખલા, 22 રાશનકાર્ડમાં સુધારા, 13 ઘરેલુ નવા વીજ જોડાણ, સામાન્ય લોકો માટે 10 બસ ક્ધસેશન પાસ, 8 કુંવરબાઈનું મામેરૂૂ સહાય યોજના, 4 જાતિ પ્રમાણપત્ર, 3 વિધવા સહાય, 1 રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જેવી વિવિધ સહાય યોજના અંતર્ગત કુલ 8159 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.