રાજકોટના માલવીયાનગર પોલીસની હદમાં 3 વર્ષ પૂર્વે થયેલી હત્યાના કેસમાં
રખડતું-ભટકતું જીવન જીવતા દિનેશભાઇને કૃતિ ઓનેલા બિલ્ડિંગ નજીક બોથડ પદાર્થના ઘા મારી પતાવી દેવાયા હતા, સરકારી વકીલ પરાગ શાહે 14 સાક્ષી અને 31 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અંદાજે 3 વર્ષ પૂર્વે 150 ફૂટ રીંગ રોડ પર, પર્લ હોસ્પીટલથી આગળ, કૃતિ ઓનેલા બિલ્ડીંગની સામેના ભાગે, રોડની સાઇડમાં ફૂટપાથ ઉપર દિનેશભાઇ ઉર્ફે જેનાભાઇનું બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવામાં આવી હતી. આ બનાવ તા.04/09/2021ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા બન્યો હતો. જેની એફઆઈઆર તા.05-09-2021ના દિવસે માલવીયાનગર પોલીસ નોંધે છે. બનાવની ગંભીરતા જોઈ આરોપી જયંતિ ઉર્ફે નટુ ભીખાભાઇ જોટાણીયા ઉ.વ. 37 મૂળ ગામ લુણીવાવ (તા.ગોંડલ, જી. રાજકોટ) છેલ્લા પાાંચ વર્ષથી રહે. રખડતો ભટકતોને પકડી પાડે છે. પોલીસ તપાસમાં બનાવનું મુખ્ય કારણ સામે આવે છે જે મુજબ; મરણ જનાર ફુટપાથ ઉપર રસ્તામાાં આડો સુતો હોય આરોપી ત્યાાંથી પસાર થતા ચાલવા બાબતે બોલાચાલી થતા આરોપીની માનસીક અસ્વસ્થતા અને ક્રોધને કારણે બાજુમાાં પડેલ મોટો પથ્થર ઉપાડી મારતા દિનેશભાઇ મૃત્યુ પામે છે. આ સમગ્ર હકીકત જાગૃત નાગરિક મહેન્દ્રગીરી પ્રભાતગીરી ગૌસ્વામીએ જેતે સમયે પોલીસને જણાવેલ હતી જેને લઈને પોલીસે યોગ્ય સન્માન પણ કરેલું. આ કેસમાં માલવિયા નગર પો.સ્ટે. ખાતે પાર્ટ એ ગુ.ર. નં . 3361/21 ઇ.પી.કો. કલમ 302 વગેરે મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની સમગ્ર ફરિયાદ મરણજનાર તરફથી કાંતિભાઈ રવજીભાઈ મકવાણા (રે. રાજકોટ) તરફથી નોંધાવામાં આવી હતી. મૃતક દિનેશભાઇ ઉ.વ. 45 તેઓના મામા થતા હતા. દિનેશભાઇ રાજકોટમા છુટક ડ્રાઇવીંગનું કામ કરતા હતા અને રખડતુ ભટકતુ જીવન જીવતા હતા તેમજ 150 ફુટ રીંગ રોડ ઉપર ફૂટપાથ ઉપર જ સુઇ રહેતા હતા. આ કેસમાં તપાસ અધિકારીને આરોપી વિરુદ્ધ પુરાવા મળતાની સાથે જ ચાર્જશીટ તા.15/11/2021ના રોજ દાખલ કરવામાં આવી હતી. તેમજ ફરિયાદી પક્ષ તરફથી સરકારી વકીલ પરાગ શાહ રોકાયેલા હતા. જેમણે ફરિયાદ પક્ષના મૌખિક પુરાવા તરીકે 14 સાક્ષી અને અન્ય 31 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ બંનેની દલીલ રાજકોટ સેસન્સ કોર્ટે ધ્યાને લેતા તેમજ ઉચ્ચ અદાલતના પૂર્વ ચુકાદાઓને આધારે આરોપી જયંતિ ઉર્ફે નટુ ભીખાભાઇ જોટાણીયાને ઇ.પી.કોડની કલમ-302 તથા જી.પી.એકટની કલમ-135(1) મુજબના ગુનાનું તહોમતનામુ ફરમાવેલ છે. જે મુજબ આરોપીને આજીવન કેદની સજા તથા રૂ.500/- નો દંડ, અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ ચુકાદો તા.27-02-2025ના રોજ એડિશ્નલ સેશન્સ જજ વસંતકુમાર કાંતિલાલ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ છે.
માલવીયાનગરના તાત્કાલિન પીઆઇ કે.એન.ભુકણની સરાહનીય કામગીરી
રાજકોટમાં 3 વર્ષ પૂર્વે થયેલી હત્યા માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટનાની ગંભીરતા જોઈ માલવીયાનગર પોલીસ સ્ટેશનના તાત્કાલિન પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. સહિતની ટીમ આરોપીને ઝડપી લેવા તાત્કાલિક કામે લાગી હતી અને ગણતરીની કલાકોમાં જ પોતાની સુજબુજ અને વિશેષ સોર્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પીઆઇ ભુકણ અને તેની ટીમે આરોપીને સખત સજા થાય એ માટે જરૂરી તમામ પુરાવાઓ રજુ કર્યા હતા અને ઇ.પી.કો. કલમ 302 અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. માલવીયા પોલીસની સતર્કતા ખરા અર્થમાં સરાહનીય સાબિત થઇ અને જેના ફળ સ્વરૂપે આરોપીને આજીવન કેદની સજા થઇ છે.