રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જમ્મુ-કશ્મીર જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન એ એક અગ્રણી રાષ્ટ્રવ્યાપી પહેલ છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં સામનો કરવામાં આવતા કેટલાક સૌથી અઘરા પડકારોને ઉકેલવામાં સામેલ કરવાનો છે. તેની શરૂઆતથી જ આ હેકેથોને યુવા દિમાગમાં, ખાસ કરીને ભારતભરના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને તેમની નવીન અને સમસ્યા-નિવારણ કૌશલ્યોને પોષવા માટે આવા પ્રકારની હેકાથોનમાં ભાગ લેવા માટે ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે હેકેથોનના પહેલા રાઉન્ડમાં કોલેજની ર6 ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી, જમ્મુ અને કાશ્મીરમાં 11 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર, ર0ર4 દરમિયાન યોજાનાર ફિનાલે રાઉન્ડ માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી એક ટીમની પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
ભાગ લેનારા વિદ્યાર્થીઓ, આયુષ મહેતા, રાધિકા પિસાવડિયા, બંસી વાઘેલા, ધ્રુવિન ગોહેલ, રુદ્ર ભટ્ટ અને હર્ષલ પડિયા, હાલમાં એન્જિનિયરિંગના બીજા અને ત્રીજા વર્ષમાં છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શક તેમજ ઈંઝ વિભાગના વડા ડો. દર્શનાબેન પટેલ અને પ્રો. દિશિતાબેન મશરૂ, હેકાથોન જઙઘઈ ડો. દિપેશભાઇ કામદાર, ઈઊ વિભાગના વડા ડો. તેજસભાઇ પટાલિયાના સંયુક્ત પ્રયાસોથી આ માઇલસ્ટોન સિદ્ધ કરવામાં આવ્યું છે. કોલેજની પસંદગી પામેલ ટીમને સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા હર્ષલભાઇ મણીઆર ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે અભિનંદન પાઠવેલ છે તેમજ અંતિમ રાઉન્ડમાં તેમના દેખાવ માટે તેમને શુભેચ્છા પાઠવેલ છે.