માળિયાના ચાચાવદરડા ગામે આવેલ રામ પેટ્રોલીયમ ખાતે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૧૦૦૦ રોપાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રોપા વિતરણ કાર્યક્રમમાં મોરબી જીલ્લા મહામંત્રી જેસંગભાઈ હુંબલ, પર્યાવરણ પ્રેમી નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી. ડી. બાલા સાહેબ , આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ ના મોડરેટર શૈલેષભાઇ ખાંભરા, મોરબી જીલ્લા પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના ઉપપ્રમુખ પ્રદીપભાઇ હુંબલ અને મોટા દહીસરાના સામાજીક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ઉદયભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આજના કાર્યક્રમમાં વી.ડી.બાલા સાહેબ દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી આપેલ તેમજ માળિયાના આસપાસના વૃક્ષપ્રેમી લોકોએ વિનામુલ્યે રોપા વિતરણનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના મોરબી જીલ્લા કન્વીનર રવિભાઈ હુંબલ , સહ કન્વીનર હરદેવભાઇ કાનગડ અને મનવીરભાઇ ખાંડેખાએ કરેલ. અજય ભાઈ ડાંગર મોરબી તાલુકા સહ કન્વીનર, અમિતભાઈ ખાંભરા મોરબી તાલુકા સહ કન્વીનર,દિનેશભાઇ મિયાત્રા દહીંસરા વિલેજ કન્વીનર,રમેશભાઈ હુંબલ કેરાળી ગ્રામ્ય કન્વીનર,કે. કે લાવડિયા મેઘપર ગ્રામ્ય કન્વીનર,રાજેશભાઈ બાલસરા અને મોહનભાઇ કુવાડિયાની જહેમતથી તેમજ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના એડમીન પી.આઈ. રામ સાહેબ, માર્ગદર્શક- ગુજરાત ઘનશ્યામભાઈ હેરભા, સહ એડમીન સંજયભાઇ છૈયા અને મથુરભાઇ બલદાણીયાના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ થયો હતો .
- Advertisement -
આ નિમિતે આહીર સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને આ ગ્રુપમાં જોડાઈને સમાજ સાથે સામજિક, વ્યવહારીક , વ્યવસાયિક અને હકારાત્મક રીતે જોડાવા આહવાન કરવામાં આવે છે તેમજ આગામી સમયમાં આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતમાં અવનવી પ્રવુતિઓ દ્વારા સમાજ ને નવો રાહ ચીંધવા કટિબધ્ધ રહેશે.