બાળક કોઈના ધ્યાને આવે તો મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લીલાબેન પીયૂષભાઈ કાલરીયાના ભાઈ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈનું મૃત્યુ થતા પ્રકાશભાઈનો 13 વર્ષીય પુત્ર મુકેશ લીલાબેન સાથે જ રહે છે અને મોરબીના ઘૂંટુ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે તે દરમિયાન ગત તા. 23ના રોજ લીલાબેનનો ભત્રીજો મુકેશ રાબેતા મુજબ સ્કૂલે ગયા બાદ બપોરે ઘેર પરત ન ફરતા પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મુકેશ નહીં મળી આવતા મુકેશના અપહરણની આશંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી જો કોઈને મુકેશ અંગે જાણ થાય તો મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.