ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હરીશ રૂપારેલિયાને લેખિતમાં રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સક્ષમ છે તેથી ડેવલપમેન્ટ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવાનું બંધ કરે. જ્યારે યુનિવર્સિટી પાસે પૈસા ન હતા, ત્યારે ઉઘરાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે આ ડેવલપમેન્ટ ફીથી યુનિવર્સિટીમાં ખોટા તાયફાઓ કરવામાં આવે છે. જેવા કે, મોબાઇલ ફોન અને ભ્રષ્ટાચારો કરવામાં આવે છે. અમારું માનવું છે કે હવે યુનિવર્સિટીને આ ફીની જે કોઈ જરૂરત નથી.
- Advertisement -
યુનિવર્સિટીના કેમ્પસ છેલ્લા ઘણા સમયથી ગેરપ્રવૃત્તિઓ સામે આવે છે જેમ કે, તાજેતરમાં યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલ મળી આવી હતી તેમજ વિધાર્થિનીનો છેડતીનો મામલો સામે આવ્યો હતો, જ્યારે યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા માટે લાખો રૂપિયાની સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને સમગ્ર કેમ્પસની સુરક્ષાની જવાબદારી તેમની હોય છે પણ છેલ્લા અમુક સમયથી આ બનાવ જોતા આ કોન્ટ્રાક્ટ કોઈ સારી એજન્સીને આપવામાં આવે.