ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાસણ ગીર એશિયાટિક સિંહોને મુક્ત મને નિહાળવા એક લ્હાવો છે ત્યારે વિશ્વ વિખ્યાત સાસણ ગીર ગઈકાલ 16 ઓકટોબર સિંહો પરિવારનું ચાર મહિના નું વેકેશન પૂર્ણ થતા જંગલ સફારી શરુ કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે તમામ જીપ્સીનું ફૂલ બુકીંગ જોવા મળ્યું હતું. સિંહ દર્શન માટે વેહલી સવારથી પ્રવસીઓ સિંહ સદન ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે સિંહ દર્શન કરવા આવેલ પ્રવસીઓને વન વિભાગના ડીએફઓ અને વન તંત્રના કર્મીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને મો મીઠા કરાવ્યા હતા અને પ્રથમ દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મોડીફાઇડ કરેલ જીપ્સીને ફૂલો થી શણગારવામાં આવી હતી આતકે વન વિભાગ તરફથી જંગલ પલાસ્ટીક મુક્ત રહે તેવા સંદેશ સાથે જંગલ સફારી શરુ કરી હતી અને પ્રવસીઓએ સિંહ દર્શન સાથે વન્ય જીવ શ્રુષ્ટિને નજરે નિહાળી રોમાંચિત થયા હતા જયારે સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ દિવાળી સુધી ફૂલ જોવા મળી રહ્યું છે એટલે વન વિભાગે સાસણ સિંહ દર્શન કરવા આવતા પ્રવસીઓને અપીલ કરી હતી કે 100 % ઓનલાઇન બુકીંગ થાય છે.ત્યારે પ્રવસીઓએ બુકીંગ કરીને આવવું તેમજ દેવળીયા સફારી પાર્કમાં સિંહ નિહાળવા માટે ઓનલાઇનની સાથે કરંટ બુકીંગ પણ કરીને દેવળીયા પાર્કની મુલાકાત લઇ શકશો.