ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બહાઉદીન આર્ટસ સરકારી વિનયન કોલેજ ખાતે સ્વછતા હી સેવા કાર્યક્રમને અનુલક્ષીને કોલેજના એનએસએલ દ્વારા કોલેજ કેમ્પસમાં સફાઈ અભિયાન તથા પ્લાસ્ટિક કલેક્ષનની મુહિમ ચલાવી હતી આ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસના વિદ્યાર્થી દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ આયોજનથી વિદ્યાર્થીની સાફ સફાઈ પ્રત્યે સંવેદનશીલતામાં અને જાગૃતામાં વધારો થયો હતો આ કાર્યક્રમનું આયોજન થતા સંચાલન એનએસએલ સેલના પ્રોગ્રામ ઓફિસર ડો.હાર્દિક રાજ્યગુરુ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવ બાદલ આચાર્ય ડો.પી.વી.બારસીયા દ્વારા સૌ વિદ્યાર્થીને અભિનંદન પાઠવેલ હતા.